Kathiyawadi horse
Wednesday, 24 August 2016
*અશ્વ પ્રશંસા*
પ્રચીન સમય થી અશ્વ ની પ્રશંસા થાતિ આવે છે તેના કાર્ય માટે. અશ્વસાસ્ત્રમાં(નકુલ કૃત) વાજીપ્રસંશા નામ ના અધ્યાય આશ્વ ની પ્રસંશા નકુલ કહે છે કે,
अश्वैर्हस्तगता पृथ्वी श्रीरश्वैर्विपुलं यशः
वीजयश्च भवेदश्वेरश्वो हर्म्यवीभुषनं
वीजयश्च भवेदश्वेरश्वो हर्म्यवीभुषनं
→અશ્વ દ્વારાજ રાજ્ય, શ્રી, વીપુલ યશ અને વીજય ની પ્રપ્તી થાય છે, વસ્તવ મા અશ્વ જ રાજા નુ આભુષણ છે.
राजा राष्ट्रं यशो लक्ष्मीर्धर्मकामार्थसंपदः
वाजीनो यत्र तिष्ठन्ति सर्वलक्षनसंयुताः
वाजीनो यत्र तिष्ठन्ति सर्वलक्षनसंयुताः
→જ્યા સર્વલક્ષણ સમ્પન્ન અશ્વ નીવાસ કરે છે ત્યા રાજા, રાષ્ટ્ર , ઐશ્ચર્ય, ધર્મ, કામ અને અર્થ સ્થીર થાય છે.
तस्या सागरपर्यतन्ता हस्ते तिष्ठति मेदिनि
एकाहमपि यस्याश्वा निवशन्ति गृहाजीरे
एकाहमपि यस्याश्वा निवशन्ति गृहाजीरे
→જેના ઘરના આંગણા મા એક દીવસ પણ અશ્વ નીવાસ કરે છે તે સમુદ્ર સુધી ફેલએલી આખી પૃથ્વી તેના હસ્તગત થય જાય.
विष्णोर्वक्षः स्थलं मुक्त्वा लक्ष्मीस्तस्य गृहे स्थीरा
निवसत्यश्वसड्गातैः संपुर्णा यस्य वाहीनी
निवसत्यश्वसड्गातैः संपुर्णा यस्य वाहीनी
→જેની સેના અશ્વો થી પરીપુર્ણ હોય તેના ઘર મા લક્ષ્મી વીષ્ણુ નો ત્યાગ કરિ સ્થીર સ્વરૂપ એ નીવાસ કરે છે.
ते हयाः शत्रुलक्ष्मीणं हठादाकर्षणक्षमाः
ये वाजीनः सुसचाराः सव्यासव्ये सुशिक्षिताः
ते वीपक्षक्षयं कृत्वा प्राप्नुयु: श्रियमुत्तमाम
ये वाजीनः सुसचाराः सव्यासव्ये सुशिक्षिताः
ते वीपक्षक्षयं कृत्वा प्राप्नुयु: श्रियमुत्तमाम
→જો સુસીક્ષિત અશ્વ હોય તો શત્રુ નો નાશ કરી ઐસ્વર્ય પ્રાપ્ત થાય છે.
कोडन्यस्तुरड्गमं हित्वा प्रविशेद्रिपुवाहिनीम
अश्वेन पुनरभ्येति कृत्वा परपराभवन
अश्वेन पुनरभ्येति कृत्वा परपराभवन
→શત્રુ સેના મા અશ્વ સીવાય બીજુ કોણ પ્રવેશી સકે? અશ્વ થી યુક્ત યોદ્ધો શત્રુ ને પરાસ્થ કરીને જ પાછો આવે છે.
रणे शस्त्रविभिन्नाग़ान गतास्त्रान व्रनविह्वलान
स्वामी वाजीनं मुक्त्वा को निर्वाहयितुं क्षमः
स्वामी वाजीनं मुक्त्वा को निर्वाहयितुं क्षमः
→યુદ્ધમાં સસ્ત્રથી છીન્ન અંગવાળો, સસ્ત્ર રહીત, જેના આખા શરીરમાં ઘા લાગ્યા છે તેને અશ્વ શીવાય કોણ પાછુ લાવે ?
पवित्रं परंम स्थांन माण्ग़ल्यामपि चोत्तमम
दुराध्वानं गमयतां तथा सन्धानकर्मनि
अश्वेभ्यः परमं नास्ति राज्ञां वीजयसाधानम
दुराध्वानं गमयतां तथा सन्धानकर्मनि
अश्वेभ्यः परमं नास्ति राज्ञां वीजयसाधानम
→દુર ના સ્થાને જવા રાજા માટે અશ્વ સીવય બીજુ કયુ સાધન અશ્વ જેટલુ પવીત્ર, શ્રેષ્ઠ, ઉત્તમ, અને મંગલમય છે.
यस्यैकोडपि सुपुष्टोडश्वः बद्धस्तिष्ठन्ति वेश्मनि
तस्यापि विगतोत्साहा भीतास्तिष्ठन्ति शत्रवः
तस्यापि विगतोत्साहा भीतास्तिष्ठन्ति शत्रवः
→જેના ઘરમાં એક પણ સુપુષ્ટ અશ્વ હોય તો તેના શત્રુ ઉત્સાહહીન અને ભયભીત બની જાય છે.
दुरदेशान्तर स्थोडपि रिपुस्तिष्ठति शक्तिः
तुरगा यस्य शास्त्रोक्ता वीचरन्ति महीतले
तुरगा यस्य शास्त्रोक्ता वीचरन्ति महीतले
→જેના રાજ્યમાં સાસ્ત્રોક્ત લક્ષણથી યુક્ત અશ્વ હોય તેના શત્રુ ને દુર દેશમાં હોય તો પણ ભય હોય છે.
सुकल्पितो वरारोहो गजो न रिपुवाहीनिम
तिष्ठन्ति वा चलन्तीं वा प्रविशेत यथा हयः
तिष्ठन्ति वा चलन्तीं वा प्रविशेत यथा हयः
→શત્રુસેના સાથે યુદ્ધ થાય ત્યારે સુશિક્ષીત હાથી પણ અશ્વ સાથે ના આવી સકે.
आशु कार्यानि भुपानां यथाडश्वाः पृथिवीतले
कुर्वन्तीह यथा शीघ्रं न राजा न पदातयः
→
અશ્વ ની સહાયતા થી રાજા જેટલુ જડપી કામ કરી સકે તેટલુ પોતે ચાલીને ના કરી સકે.
कुर्वन्तीह यथा शीघ्रं न राजा न पदातयः
→
અશ્વ ની સહાયતા થી રાજા જેટલુ જડપી કામ કરી સકે તેટલુ પોતે ચાલીને ના કરી સકે.
पदातिगजमुख्यैश्च शतशोडथ सहस्त्रशः
वेष्टितोडपि व्रजत्यश्वो यथेष्टं पक्षिराडिव
वेष्टितोडपि व्रजत्यश्वो यथेष्टं पक्षिराडिव
→હજારો સેનીક અને હાથી થી યુક્ત શત્રુસેના મા અશ્વ ગરૂડ જેમ પ્રવેશે છે.
रणाहतोडपि तुरगो देशकालाघपेणया
पुनः प्रतिनिवर्तेत हत्वा शत्रुं च मुर्धनि
पुनः प्रतिनिवर्तेत हत्वा शत्रुं च मुर्धनि
→અશ્વ ભલે ને યુદ્ધમાં ઘાયલ હોય તો પણ દેશ અને સામયીક પરીસ્થીતિ અનુરૂપ શત્રુ ને યુદ્ધમા મારી નેજ પાછો આવે છે.
क्षणादेकत्वमायान्ति क्षणाघान्ति सहस्रधा
क्षणामुख़्यं रिपुं वीक्ष्य नयन्ति यमसादनम
क्षणामुख़्यं रिपुं वीक्ष्य नयन्ति यमसादनम
→અત્યંત વેગ ના કારણે અશ્વ પલવારમાં એક કોઇ પલવારમાં હજાર પ્રતીત થાય છે. અશ્વ ક્ષણવારમાંજ શત્રુ ને યમલોક પોહચાડે છે.
क्षणमारत क्षणं दुरं क्षणं याति रिपुं प्रति
एंन्द्रजालिकवतिष्ठेत्कोडन्यो मुक्त्वा तुरंग़मम
एंन्द्रजालिकवतिष्ठेत्कोडन्यो मुक्त्वा तुरंग़मम
→ક્ષણ મા પાસે, ક્ષણ મા દુર અને ક્ષણ વાર માજ શત્રુ ની પાસે પોહચી ને શત્રુ ને ભ્રમીત કરીદે છે, અશ્વ ને છોડી બીજુ કોન આ કામ કરી શકે
ते विपक्षक्षयं कृत्वा प्राप्नुयुः श्रियमुत्तमाम
खण्डीकृत्य रिपुव्युहं विचरन्ति तुरंगमा
खण्डीकृत्य रिपुव्युहं विचरन्ति तुरंगमा
→શત્રુ રચીત નુ વ્યુહ ખંડન કરી અને વીપક્ષ નો નાશ કરી અશ્વ ઉત્તમ એશ્વર્ય પ્રાપ્ત કરે છે.
शिक्षितोडपि यदा तिष्ठेव्दिना यवसखादनैः
तदाडप्यरिं विजयते यदीन्द्रेणापि रक्षितम
तदाडप्यरिं विजयते यदीन्द्रेणापि रक्षितम
→શીક્ષીત અશ્વ ભુખા પેટે પણ ઇન્દ્ર દ્વાર રક્ષીત સેના ઉપર વીજય મેળવી શકે છે.
शत्रोः सहायमायान्तं धृत्वा दुरादपि प्लुतम
गत्वा ध्नन्ति हयारोहाः पुनश्चायान्ति तत्क्षणात
गत्वा ध्नन्ति हयारोहाः पुनश्चायान्ति तत्क्षणात
→અશ્વ ની સહાયથી શત્રુ ના સહાયક ને દુર હોય ત્યાજ મારી નાખી અશ્વસવારો પાછા આવે છે.
खादनं यवसं तोयं नाशयन्ति न संशय
अयुध्यमाना अप्येव क्षपयन्ति ध्विषां चमुम
खज्जत्वाख्यं च यद्दोषं गमयन्ति न संशय
अयुध्यमाना अप्येव क्षपयन्ति ध्विषां चमुम
खज्जत्वाख्यं च यद्दोषं गमयन्ति न संशय
→અશ્વારોહી વેગવાન અશ્વોના બળના કારણે શત્રુ ની સુવીધા નો નાશ કરી યુદ્ધ મા શત્રુ સેના ને નાશ કરીદે છે અને શત્રુ સ્થીતિ વીકટ મા મુકીદે છે.
कल्पिताः संस्थिताः शुरः क्षिप्रसन्नाहधारिणः
खड्ग़प्रासधनुर्हस्ताः सड्ग्रामे दुर्जया नराः
खड्ग़प्रासधनुर्हस्ताः सड्ग्रामे दुर्जया नराः
→શૂર, યુદ્ધ માટે કાયમ તૈયાર રહેવાવાલા, ખડગ, પ્રાસ અને ધનુષ ધારન કરવાવાળા અશ્વારોહી જીતી ના શકાય
जितशीतातपा ये च जिरत्रासा जिताशनाः
युध्यमाना हयारोह देवानापि दुर्जयाः
तस्मादाखेटकाः कार्या हयसन्दोहसंवृताः
युध्यमाना हयारोह देवानापि दुर्जयाः
तस्मादाखेटकाः कार्या हयसन्दोहसंवृताः
→ઠંડી અને ગરમી ને સહન કરવામા સામર્થ અને, ભય અને ભુખ ને જીતવાળા અશ્વારોહીને દેવતા પણ ના જીતી શકે
चंन्द्रहीना यथा रात्रिः पतिहिना पतिव्रता
हयहीना तथा सेना विस्तीर्णापि न शोभते
हयहीना तथा सेना विस्तीर्णापि न शोभते
→જેવી રીતે ચંદ્ર વીન રાત્રી ના શોભે, પતી વીના પતીવ્રતા નારી નો શોભે તેવીજ રીતે અશ્વ વીના સેના ના શોભે
युध्यन्ते येडपि मातंग भिन्नाह शैलेन्द्रसन्निमाह
दुर्धरा दुर्निवारास्ते पादरक्षैस्तुरद्गमैः
तस्मादह्स्वान प्रशंसन्ति सेनाड्डेगषु न संशयः
अश्वेर्विहीन यान्त्यन्तं छिन्नामुला इव द्रुमाः
दुर्धरा दुर्निवारास्ते पादरक्षैस्तुरद्गमैः
तस्मादह्स्वान प्रशंसन्ति सेनाड्डेगषु न संशयः
अश्वेर्विहीन यान्त्यन्तं छिन्नामुला इव द्रुमाः
→યુદ્ધ કર્તા મહાકાય હાથી પણ અશ્વ ની રક્ષા કારણેજ સુરક્ષીત રહે છે, એટલેજ સૈન્યમા અશ્વ ની પ્રશંસા થાય છે. અશ્વ વીના ની સેના, મુળ વીનાના વૃક્ષ ની જેમ નાશ પામે છે.
येडश्वारुढा भुपतयो मत्तमाहागजरथरत्ननिकरवरभटजनितरुधिर-
नदीसड्कुलममित्र बलजलधिमामथ्य तन्मध्यादचिराल्लक्ष्मीमाहत्या निजभुज-
वशमानीय वेश्यमिव प्रणयिजनोपभोग्यां कुर्वन्ति, अकण्डकावनितलराज्यलाभा
दवाप्तधर्मार्थाकामाः स्फ़टिकमणिमुक्ताफलधवलयशसा त्रिभुवनमापुरयन्ति: ये
चाश्वाः धृतधनुः प्रासासितोरैरारोहैरधिष्ठितास्ते प्रवरसमीरा इव प्रभुतमद
सान्द्रीकृतगण्डमण्डललग्नमधुपमधुरध्वनिमुखरितमहारि-
गजधटासुघटशाकटनिकटकटिकाधनग्रथितविकटाटोप-
निबद्धसन्नाहसुभटसमुहकृतानवरतमुक्तबानविमलसलिलधारा
सहस्त्राच्छादितदिनकरनिकरनिकरप्रसारान्धकारी कृतसकलदिडनभोभगं
स्फुरद्राष्ट्रसौदामिनीलताप्रधोतितमतीगर्जन्तं महारिपुजलदव्युहं ते वीराः शतशः
काण्डखण्डीकृतविधटितविग्रहं दिशोदश पातयन्ति

→ઉનમત્ત હાથી, રથ, રત્ન સમુહ અને ઉત્કુષ્ઠ યોદ્ધા મા રક્તની નદી ચાલી જાતી હોય તેવી શત્રુસેના નુ સમુદ્રમંથન કરી વચ્ચમાંથી જયલક્ષમી નુ હરણ કરી અશ્વારોહી તેને વૈશ્યા જેમ ભોગવે છે અને પૃથ્વી નુ રાજ્ય ધર્મ, અર્થ, કામ થી ભોગવીને ત્રીભુન મા રાજ કરે છે. તલવાર અને ધનુષ થી સજ અશ્વારોહી મેઘ સમાન ગર્જા કરનાર શત્રુ ને મારી નાખે છે પછી મહાકાય હાથી ઉપર આક્રમણ કરી તેને ચારે દીશામાં ભગાડી મુકે છે.
तस्यानुरक्ता दढविग्रहा महारिपोस्च लक्ष्मीर्गुहवासमृच्छति
हष्टानना साडप्यभिसारिका भवेत्तुरड्गमा यस्य बले महीपतेः
हष्टानना साडप्यभिसारिका भवेत्तुरड्गमा यस्य बले महीपतेः
→શત્રુ ના ઘરમા થી લક્ષ્મી પ્રસન્ન મુખે એવા રાજા પાસે આવે છે જેની સેના અશ્વથી યુક્ત હોય.
सर्वाम्भोनिमेखलां सुरसरिद्रोमावलीभुषिताम
उत्तुड्गाद्रिपयोधरां पुखरप्राकारहारोज्ज्वलाम
निःशेषप्रतिपक्षदोषसहितां विद्धज्जनोच्चाननां
पृथ्वीं स्वां वरकामिनीनिव चिरं भुडत्केडश्वसेनापतिः
उत्तुड्गाद्रिपयोधरां पुखरप्राकारहारोज्ज्वलाम
निःशेषप्रतिपक्षदोषसहितां विद्धज्जनोच्चाननां
पृथ्वीं स्वां वरकामिनीनिव चिरं भुडत्केडश्वसेनापतिः
→જેને સમુદ્ર રૂપી મેખલા છે, ગંગા રૂપી રોમાવલી, પર્વત રૂપી સ્તન, નગર રૂપી હાર છે, શત્રુરૂપી દોષ રહીત અને વીધ્વાન જેવુ મુખ ધારણ કરવાવાળી પૃથ્વી ને અશ્વારોહી પોતાની પત્ની પ્રીય જેમ ચીરકાલ સુધી ભોગવે છે.
प्रीयोत्काण्ठोपनीता ये दीर्धमार्गपरिष्कृताः
प्राप्नुवन्ति सुखं क्षिप्रं प्रियासड्गमजं हयैः
प्राप्नुवन्ति सुखं क्षिप्रं प्रियासड्गमजं हयैः
→પોતાની પ્રીયા(સ્ત્રી) ના વીરહ થી વ્યાકુલ યોદ્ધો અશ્વ દ્વાર લાંબો માર્ગ કાપી પ્રીયા ને મળીને આનંદ પ્રાપ્ત કરે છે.
भुषितं हेमकाण्डेश्च चामरैश्चाप्यलद्गतम
आरुह्या वाजीनं राजा निरुन्ध्याद्धैरिमण्डलम
प्रबलं तत्सामुहं च मृदुं भुरि सराष्ट्रकम
साड्गं च विहलीकृत्य क्षणात्तत स्ववशं नयेत
आरुह्या वाजीनं राजा निरुन्ध्याद्धैरिमण्डलम
प्रबलं तत्सामुहं च मृदुं भुरि सराष्ट्रकम
साड्गं च विहलीकृत्य क्षणात्तत स्ववशं नयेत
→સુવર્ણ ના ઘરેણા થી સુશોભીત અશ્વ ઉપર આરુઠ રાજા શત્રુ ના પુરા રાષ્ટ્ર્ર ની સેના ક્ષણમાજ વશ મા કરી લે
एते चान्ये च राजन्प्रकटगुणगणाः सन्ति मर्त्ये हयानां
स्वर्गेडप्येवं गुणा ये सुरपतिसहिताः सुर्यचन्द्रदयश्य
देवा जानन्ति येषां प्रवरगुणवंता रोगनाशस्य हेतुं
सिद्धैः स्वप्नेश्च योगैर्मुनिवरगदितैर्व्याहतैषा चिकित्सा
स्वर्गेडप्येवं गुणा ये सुरपतिसहिताः सुर्यचन्द्रदयश्य
देवा जानन्ति येषां प्रवरगुणवंता रोगनाशस्य हेतुं
सिद्धैः स्वप्नेश्च योगैर्मुनिवरगदितैर्व्याहतैषा चिकित्सा
→હે રાજન ! આ મુત્યુલોક ના અશ્વ ના ઉપર્યુક્ત ગુણો સીવાય ના બીજા પણ ઘણા ગુણ હોઇ છે. આ ગુણ સ્વર્ગ મા પણ જોવા મળે છે. અશ્વ ના કારનભુત ચીકિત્સા ઇન્દ્રદેવ, સુર્યદેવ, ચંદ્રદેવ જાણે છે. આ ચીકીત્સા નુ જ્ઞાન સીદ્ધો દ્વારા,સ્વપ્નો દ્વારા, મુનીવરો દ્વારા કહેવાયુ છે.
*એક અંગ્રેજ લેખક C. A. Kincaid લખે છે કાઠી ક્ષત્રીયો અને તેમના અશ્વોનો શોખ કવી ની કવીતા માટે નો એક અગત્ય નો વીષય રહ્યો છે. ખુદ અંગ્રેજો કાઠી ક્ષત્રીયોના અશ્વ ની પ્રશંસા કરતા ના થાક્તા.
*એક અંગ્રેજ લેખક C. A. Kincaid લખે છે કાઠી ક્ષત્રીયો અને તેમના અશ્વોનો શોખ કવી ની કવીતા માટે નો એક અગત્ય નો વીષય રહ્યો છે. ખુદ અંગ્રેજો કાઠી ક્ષત્રીયોના અશ્વ ની પ્રશંસા કરતા ના થાક્તા.
સંકલન:- काठी संस्कृतिदीप संस्थान
આલેખન;- વનરાજભાઇ કાઠી, પ્રતાપભાઇ કાઠી
Reference:- અશ્વસાસ્ત્ર(નકુલ) :- સંદીપ જોષી
जय काठीयावाड
जय राजपुताना
सुर्याय सदाय सहायते
આલેખન;- વનરાજભાઇ કાઠી, પ્રતાપભાઇ કાઠી
Reference:- અશ્વસાસ્ત્ર(નકુલ) :- સંદીપ જોષી
जय काठीयावाड
जय राजपुताना
सुर्याय सदाय सहायते
*ઘોડી અને ઘોડેસવાર*
:-ઝવેરચંદ મેઘાણી
:-ઝવેરચંદ મેઘાણી
ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા,
મરઘાનેણે માણવા, ખગ વાવા ખડિયા.
[એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર ક્યાં જાતા હશે ? જવાબ મળે છે કે બીજે ક્યાં જાય? - બેમાંથી એક માર્ગે; કાં પોતાની મૃગનયની સ્ત્રીને મળવા, ને કા સંગ્રામમાં ખડગ વીંઝવા; કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે.]

કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર,
સરજનહારે સરજ્યાં, તીન રતન સંસાર.
[પ્રભએુ ત્રણ ર્યાત્ભાનો સંસારમાં સરજ્યાં છે; કોઈ તેજી ઘોડો, કોઈ શૂરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણા નારી. ત્રણેયનો મેળ પ્રભુ જ મેળવી શકે છે.]
સરજનહારે સરજ્યાં, તીન રતન સંસાર.
[પ્રભએુ ત્રણ ર્યાત્ભાનો સંસારમાં સરજ્યાં છે; કોઈ તેજી ઘોડો, કોઈ શૂરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણા નારી. ત્રણેયનો મેળ પ્રભુ જ મેળવી શકે છે.]
ભલ ઘોડા, વલ વાંકડા, હલ બાંધવા હથિયાર,
ઝાઝા ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર.
[ભલા ઘોડા સવારી કરવાના હોય, શિર પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય : પછી બહોળા શત્રુ - ઘોડેસવારો પાર ત્રાટકવાનું હોય, તો પછી ભલે મોત આવે - મરવું તો એક જ વાર છે ને !]

મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડનાં ઘોડાંની વાત મંડાણી હતી. કોઈ માણકીનાં વખાણ કરતું હતું, તો કોઈ તાજણનાં પરાક્રમ કહેતું હતું. એમ બેરી, ફૂલમાળ, રેશમ, વાંદર્ય... વગેરેની વાતો નીકળી. એક જણે ડૂંઘાની ઘૂંટ લેતાં લેતાં કહ્યું, "એ બાપ ! જે ઘડીએ જાતવંત અસવાર ચડે, તે ઘડીએ જાતા આભનેય ટેકો દ્યે, હો !"
એક ચારણ બેઠો હતો, એના હોઠ મરકતા હતા.
"કાં બા, હસો કાં ? મોટા અસવાર દેખાઓ છો !" {બા = પુરુષ માટેનું સામન્ય સન્માનસૂચક સંબોધન.]
"અસવાર હું તો નથી, પણ એવો એક અસવાર અને એવી જ જોડીદાર ઘોડી મેં જોયેલ છે !"
"ત્યારે, બા, કહોને એ વાત ! પણ વાતમાં મોણ ન ઘાલજો ! જોયું હોય એવું જ કહી દેખાડજો."
ખોંખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું પછી એણે ડાયરાને કહ્યું, "બા, જોયું છે એવું જ કહીશ, મોણ ઘાલું તો જોગમાયા પહોંચશે. પણ ચારણનો દીકરો છું, એટલે શૂરવીરાઈને લડાવ્યા વગર તો નહિ રહેવાય."
હોકાની ઘૂંટ લઈને એણે વાત માંડી, "વધુ નહિ, પચીસેક વરસ વીત્યાં હશે. સોરઠમાં ઇતરિયા ગામે સૂથો ધાંધલ નામનો એક કાઠી રહેતો હતો. પચીસેક વરસની અવસ્થા. ઘરનો સુખી આદમી. એટલે અંગને રૂંવાડે રૂંવાડે જુવાની જાણે હિલોળા લ્યે છે. પરણ્યાં એકાદ-બે વરસ થયાં હશે. કાઠિયાણીનો ખોળો ભરીને પિયરિયામાં સુવાવડ કરવા લઈ ગયાં છે. દીકરો અવતર્યો છે. બે મહિના પહેલાંના, અને બે મહિના સુવાવડ પછીન એમ ચાર ચાર મહિનાનો વિજોગ થયો. એની વેદના તો આપા સૂથાના અંતરજામી વિના બીજું કોણ સમજી શકે ? એમ થાતાં થાતાં તો આભમાં અષાઢી બીજ દેખાણી. ઇન્દ્ર મહારાજ ગેડીદડે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડૂકવા મંડ્યો. ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આભ જમીનનાં વારણાં લેવા માંડી. સાત સાત થર બાંધીને કાળાંઘોર વાદળાં આસમાનમાં મંડાઈ ગયાં.
પછી તો, વાદળાંના હૈયામાં વિજોગની કાળી અળતરા સળગતી હોય તેવી વીજળી આકાશનાં કાળજાં ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી. કોણ જાણે કેટલાયે આઘેરા સાગરને કાંઠે દિલડાંનાં સંગી બેઠાં હશે, તેને સંભારી સંભારીને વિજોગી વાદળાંઓ મનમાં મનમાં ધીરું ધીરું રોવા મંડ્યાં. પોતાની સાંકળ (ડોક)ના ત્રણ-ત્રણ કટકા કરીને મોરલા 'કેહૂ...ક! કેહૂ...ક!' શબ્દે ગેહેકાટ કરવા મંડ્યા; ઢેલડીઓ 'ઢેકૂક! ઢેકૂક!' કરતી સ્વામીનાથને વીંટળાવા લાગી. વેલડીઓ ઝાડને બાથ ભરી ભરી ઊંચે ચડવા મંડી. આપા સૂથાએ આભમાં નીરખ્યા જ કર્યું. એનો જીવ બહુ ઉદાસ થઈ ગયો. એક રાત તો એણે પથારીમાં આળોટીને કાઢી. સવાર પડ્યું ત્યાં એની ધીરજની અવધિ આવી રહી. પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઈને આપો સૂથો સસરાને ગામ મેંકડે રવાના થયા.
મેંકડે પહોંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી. પણ સાસરિયામાં જમાઈરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય ! એ પોપટનો છૂટકારો એકદમ શી રીતે થાય ? એમાંય વળી વરસાદ આપાન્પ્ વેરી જાગ્યો, દિવસ અને રાત આભ ઇન્દ્રાધાર વરસવા લાગ્યો. હાથીની સૂંઢો જેવા પરનાળાં ખોરડાંનાં નેવાંમાંથી મંડાઈ ગયાં. એ પાણીની ધારો નહોતી વરસતી, પણ આપાને મન તો ઇન્દ્ર મહારાજની બરછીઓ વરસતી હતી ! સાસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાની તો શું, પણ ઓઢણીનો છેડોયે નજરે ન પડે ! એમ ત્રણ દિવસ થયા. આપાનો મિજાજ ગયો. એણે જાહેર કરી દીધું કે, "મારે તો આજે જ તેડીને જાવું છે."
સાસુ કહે, "અરે બાપ ! આ અનરાધાર મે' મંડાણો છે... એમાં ક્યાં જાશો ?"
"ગમે ત્યાં - દરિયામાં ! મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ છે. મારે વાવણી ખોટી થાય છે."
પાપાને શાની વાવણી ખોટી થાતી હતી ! - હૈયાની વાવણી !
ગામનો પટેલ આવ્યો. પટેલે કહ્યું : "આપા ! તમને ખબર છે ? આડી શેત્રુંજી પડી છે. આજ ત્રણ-ત્રણ દિવસ થયાં શેત્રુંજીનાં પાણી ઉતરતાં નથી. ચારેકોર જળબંબાકાર થઈ રહ્યું છે અને તમે શી રીતે શેત્રુંજી ઊતરશો ?"
"ત્યાં વળી થાય તે ખરું.. પણ આંહીંથી તો નીકળ્યે જ છૂંટકો છે."
"ઠીક, આજનો દિવસ જાળવો. આંહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો. કાલે સવારે ગમે તેવો મે' વરસતો હોય તો પણ મારા છ બળદ જોડીને તમને ઇતરિયા ભેળા કરી દઈશ.
તે દિવસ આપો રોકાણા, બીજે દિવસે છ બળદ જોડીને પટેલ ગાડું લઈ હાજર થયો. વરસાદ તો આભમાં તોળાઈ રહ્યો હતો. બધાંએ જમાઈના મોં સામે જોયું. પણ જમાઈનું હૈયું ન પીગળ્યું. જુવાન કાઠિયાણીએ માથાબોળ નાહીને ધૂપ દીધેલાં નવાં લૂગડાં પહેર્યાં. (ધૂપ= અસલી કાઠિયાણીઓ અને ચારણ્યો આ સુગંધી ધૂપ જુદી જુદી વનસ્પતિમાંથી પોતાને હાથે જ બનાવતી, અને ધોયેલાં વસ્ત્રોને એનો ધુમાડો દઈ સ્નાન કર્યા પછી પહેરતી. એકેક મહિના સુધી ખુશબો ન જાય તેવો એ ધૂપ હતો. સોંધા નામનો 'પોમેટમ' જેવો જ ચીકણો પદાર્થ પણ તે સ્ત્રીઓ જાતે તૈયાર કરતી. ઓળેલા વાળ ઉપર એનું લેપન થતું તેથી વાળ કાળા, વ્યવસ્થિત અને સુગંધી રહેતા. નેણમાં પણ એ સોંધો ભરીને સ્ત્રીઓ સુંદર કમાનો કોરતી. ગાલ ઉપર પણ એની ઝીની ટપકી કરીને સૌંદર્ય વધારતી.) માથું ઓળીને બેય પાટી ભમરાની પાંખ જેવો કાળો, સુગંધી સોંધો લગાવ્યો. સેંથામાં હિંગળો પૂર્યો. માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠાં.
મેંકડા અને ઇતરિયા વચ્ચે, મેંકડાથી અઢી ગાઉ ઉપર, કાંકચ ગામને પાદર, શેત્રુંજી નદી ગાંડી તૂર બને છે. ઠેઠ ગીરના ડુંગરમાંથી શેતલ (શેત્રુંજી)નાં પાણી ચાલ્યાં આવે એટલે આઠ-આઠ દિવસ સુધી એનાં પૂર ઊતરે નહિ. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરોને ત્રાપામાં બેસીને નદી ઊતરવી પડે.
ગાડું અને માણકીનો અસવાર શેત્રુંજીને કાંઠે આવીને ઊભાં રહ્યાં. માતેલી શેતલ ઘુઘવાટા કરતી બે કાંઠે ચાલી જાય Cહે. આજ એને આ જોબનભર્યા કાઠી જુગલની દયા નહોતી. નદીને બેય કાંઠે પાણી ઊતરવાની વાટ જોતાં વટેમાર્ગુઓની કતાર બંધાઈને બેઠી હતી. હુંય તે દી શેતલને કાંઠે બેઠો હતો, ને મેં આ બધું નજરોનજર જોયું. ત્રાપાવાળાઓ ત્રાપા બાંધીને ચ્લમ ફૂંકતા હતા. બધાંય વટેમાર્ગુ આ કાઠિયાણીની સામે જોઈ રહ્યાં. જાણે આરસની પૂતળી સામે જોઈ રહ્યાં હોય ! જોગમાયાના સમ, શું એ રૂપ ! નદીને જો આંખ્યું હોત તો એ નમણાઈ દેખીને પૂર ઉતારી નાખત !
આપા સૂથાએ ત્રાપાવાળાને પૂછ્યું : "સામે કાંઠે લઈ જશો ?"
કોળીઓ બોલ્યા : "દરબાર, આમાં ઊતરાય એમ નથી. જુઓને, બેય કાંઠે આટલાં માણસો બેઠાં છે !"
"પાણી ક્યારે ઊતરશે ?"
"કાંઈ કહેવાય નહિ."
ગાડાવાળા પટેલે આપાને કહ્યું, "આપા ! હવે ખાતરી થઈ ? હજીય માની જાવ તો ગાડું પાછું વાળું."
"હવે પાછાં વળીએ તો ફુઈ [સાસુ] ત્રણ તસુ ભરીને નાક કાપી લ્યે ! પાછાં તો વળી રિયાં, પટેલ !"
આપાની રાંગમાં માણકી થનગનાટ કરી રહી હતી. હમણાં જાણે પાંખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાઉં એવા ઉછાળા એ મારી રહી હતી. નદીના મસ્ત ઘુઘવાટાની સામે માણકી પણ હણહણાતી દેવા લાગી. ઘડીક વિચાર કરીને ઘોડેસવાર ત્રાપાવાળા તરફ ફર્યો. "કોઈ રીતે સામે પાર ઉતારશો ?"
"કેટલા જણ છો ?" લાલચુ ત્રાપાવાળાએ હિંમત કરી.
"એક બાઈ ને એક બચ્ચું, બોલો, શું લેશો ?"
"રૂપિયા સોળ હોય તો હમણાં ઉતારી જઈએ."
"સોળના કાકા !" કહી આપાએ કમરેથી વાંસળી છોડીને 'ખડિંગ.... ખડિંગ' કરતા સોળ રૂપિયા ગણી દીધા. જાણે એ રણકારમાં આપાની આવતી મધરાતના ટકોરા વાગ્યા. એણે હાકલ કરી, "ઊતરો હેઠાં."
કાઠિયાણી નીચે ઊતરી. બે મહિનાનું બાળક બે હાથે હૈયાસરસું દાબીને બાઈએ ધરતી ઉપર પગ માંડ્યા. શું એ પગ ! જાણે પગની પાનીઓમાંથી કંકુની ઢગલી થાતી જાય. કસુંબલ મલીરના પાતળા ઘૂંઘટમાંથી એનું મોં દેખાતું હતું. કાળાં કાળાં વાદળાંનું કાજળ ઉતારીને આંજેલી જાણે એ બે આંખો, અને એ આંખોના ખૂણામાં ચણોઠીના રંગ જેવી રાતીચોળ ચટકી, હેમની શરણાઇઓ જેવી એના હાથની કળાયું, માથે લીલાં લીલાં છૂંદણાં, બંસીધારી કા'ન અને ગોપીનાં એ મોરાં. અને હેમની દીવીમાં પાંચ-પાંચ જ્યોત સળગતી હોય તેવી, ડાબ-જમણા હાથની પાંચ-પાંચ આંગળીઓ, મુસાફરોની નજર જાણે એ પૂતળીએ બાંધી લીધી. બધાંય બોલી ઊઠ્યાં, "આપા ગજબ કાં કરો ? આવું માણસ ફરી નહિ મળે, હો ! આવું કેસૂડાના જેવું બાળક કરમાઇ જાશે. આપા, પસ્તાશો, પોક મૂકીને રોશો."
"જે થાય તે ખરી, ભાઈઓ ! તમારે કાંઈ ન બોલવું." આપાએ જરાક કોચવાઈને ઉત્તર દીધો. કાઠિયાણિને કહ્યું, "બેસી જાઓ."
જરાયે અચકાયા વિના, કાંઈએ પૂછપરછ કર્યા વિના, "જે માતા !" કહીને કાઠિયાણી ત્રાપા ઉપર બેઠી. પલાંઠી વાળી ખોળામાં બાળક સુવાડ્યું. ઘૂમટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો. ચાર તૂંબડાં, અને એની ઉપર ઘંટીએ દળવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો ! મોઢા આગળ ધીંગું રાંઢવું બાંધેલું હોય. એ રાંઢવું ઝાલીને બે તરિયા એ ત્રાપાને તાણે. આ રીતે ત્રાપો તણાવા લાગ્યો. આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે. ત્રાપો સામે પાર પહોંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું. અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં, એવા અડગ વિશ્વાસથી એ ઊભો હતો. માણકીને તો એણે આવાં કેટલાંયે પૂર ઊતરાવ્યાં હતાં. અને માણકી પણ જાણે પોતાની સમોવડ કાઠિયાણિ પોતાની આગળ તરી જાય છે, એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા પCહાડવા લાગી. જાણે એના પગ નીચે લા બળતી હોય એમ છબ્યા - નછબ્યા પગે ઊભી છે.
ત્રાપો શેતલની છાતી પર રમવા લાગ્યો. નાનું બાળક નદીની લીલા નિહાળીને ઘૂઘવાટા દેતું ઊછળવા લાગ્યું. માતાએ ત્રાપાની સમતોલતા સાચવવા બાળકને દબાવ્યું, ત્યાં તો મધવહેણમાં પહોંચ્યાં.
"ભૂંડી થઈ !" એકાએક આપાના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો.
"ગજબ થયો !" બેય કાંઠાના માણસોએ જાણે પડઘો દીધો.
આશરે એક સો આંખો એ ત્રાપા ઉપર મંડાણી હતી. વાંભ એક લાંબો, કાળોતરો સાપ મૂંઝાતો મધવહેણમાં ઊડતો આવતો હતો. નાગ પાણીમાં અકળાઈ ગયેલો. પાણીના લોઢ એને બહાર નીકળવા દેતા નહોતા. એ ઊગરવાનું સાધન ગોતતો હતો. એણે ત્રાપો દેખ્યો. અર્જુનના ભાથામાંથી તીર જાય તેમ આખું શરીર સંકેલીને નાગ છલંગ મારી ત્રાપા ઉપર જઈ ચડ્યો; બરાબર કાઠિયાણીના મોં સામે જ મંડાણો. સૂપડા જેવી ફેણ માંડીને 'ફૂં... ' અવાજ કરતો એ કાઠિયાણીના ઘૂમટા ઉપર ફેણ પછાડવા લાગ્યો. પણ એ તો કાઠિયાણી હતી ! એ ન થડકી. એનાં નેત્રો તો નીચે બાળક ઉપર મંડાણાં છે. એના મુખમાંથી 'જે મા.... જે મા !' ના જાપ ઊપડ્યા.
"આપા, ગજબ કર્યો !" માણસો એકીશ્વાસે બોલી ઊઠ્યા. આપા તો એકધ્યાન બની રહ્યા છે. એણે જોયું કે નાગે ફેણ સંકેલી મોં ફેરવ્યું. રાંઢવા ઉપર શરીર લાંબું કરીને એ ચાલ્યો. આપાએ બૂમ પાડી : "એ જુવાનો ! સામા કાંઠા સુધી રાંઢવું ન છોડજો, હો ! સો રૂપિયા આપીશ."
ત્રાપાવાળાને કાને શબ્દો પડ્યા, આ શી તાજુબી ! સો રૂપિયા બીજા ! પાછું ફરીને જુએ ત્યાં કાળને અને એના હાથને એક વેંતનું છેટું ! 'વોય બાપ !' ચીસ નાખીને એમણે હાથમાંથી રાંઢવું મૂકી દીધું. 'ઢબ-ઢબ-ઢબાક !' ઢબતા ઢબતા બેઅ જણા કાંઠે નીકળી ગયા.
રાંઢવું છૂટ્યું, અને ત્રાપો ફર્યો. મધવહેણમાં ઘૂમરી ખાધી.... ઘરરર ! ઘરરર ! ત્રાપો તણાયો. 'એ ગયો.... એ ગયો.... કેર કર્યો, આપા ! -કેર કર્યો.' એવી રીડિયામણ વેય કાંઠે થઈ રહી. રાંઢવે ચડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો, બાઈની સામે મંડાણો. બાઈની નજરના તાર તો બીજે ક્યાંય નથી - એના બાળક ઉપર છે, અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે. ત્રાપો ઊભે વહેણે ઘરેરાટ તણાતો જાય છે. 'જે જગદમ્બા'નો મૃત્યુજાપ જપાતો જાય છે. આપો જુએ છે કે કાહિયાણી ચાલી ! એક પલકમાં તો એણે અસ્ત્રી વિનાનો સંસાર કલ્પી લીધો. અને -
ડુંગર ઉપર દવ બળે, ખન-ખન ઝરે અંગાર,
જાકી હેડી હલ ગઈ, વાકા બૂરા હવાલ.
અને
જાકી હેડી હલ ગઈ, વાકા બૂરા હવાલ.
અને
કંથા પહેલી કામની, સાંયા શેં માર્યે,
રાવણ સીતા લે ગયો, વે દિન સંભાર્યે.
એવા એ ધ્રાસકા પડી ગયા. પણ વિચારવાનું વેળુ ક્યાં હતું ?
રાવણ સીતા લે ગયો, વે દિન સંભાર્યે.
એવા એ ધ્રાસકા પડી ગયા. પણ વિચારવાનું વેળુ ક્યાં હતું ?
કાઠીએ માણકીની વાગ ઉતારીને કાઠાની મૂંડકી સાથે ભરાવી. મોરડોય ઉતારી લીધો. ઊગટાને તાણીને માણકીને ત્રાજવે તોળે તેમ તોળી લીધી. ઉપર ચડ્યો. નદીને ઊભે કાંઠે હેઠવાસ માણકીને વહેતી મૂકી. મણિકા મણિકા જેવડા માટીના પિંડ ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર પલક વારમાં પહોંચી. આ બધું વીજળીવેગે બન્યું.
"બાપ માણકી ! મારી લાજ રાખજે !" કહીને ઘોડીના પડખામાં એડી લગાવી. શેત્રુંજીના ઊંચા ઊંચા ભેડા ઉપરથી આપાએ માણકીને પાણીમાં ઝીંકી. 'ધુબ્બાંગ' દેતી દસ હાથ ઉપર માણકી જઈ પડી. ચારેય પગ લાંબા કરીને એ પાણીમાં શેલારા દેવા લાગી. પાણીની સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડેસવારની છાતી, એટલો જ ભાગ દેખાતો હતો. માણકી ગઈ, બરબર મધવહેણમાં ત્રાપા આડી ફરી. ત્રાપો સરી જવામાં પલક વાર હતી. આપાના હાથમાં ઉઘાડી તરવાર હતી. બરાબર ત્રાપો પાસે આવતાં જ આપાએ તરવાર વાઈ: 'ડફ' દઈને નાગનું ડોકું નદીમાં જઈ પડ્યું. પલક વારમાં આપાએ રાંઢવું હાથમાં લઈ લીધું.
'રગ આપા ! વાહ આપા !' નદીને બેય કાંઠેથી લોકોએ ભલકારા દીધા. મસ્તીખોર નદીએ પણ જાણે શાબાશી દીધી હોય તેમ બેય ભેડામાંથી પડછંદા બોલ્યા.
ચારેય દિશામાં રાક્ષસ જેવા લોઢ ઊછળી રહ્યા છે, કાઠિયાણી અને બાળક પાણીમાં તરબોળ છે. મા-દીકરાનાં મોંમાં પણ પાણી જઈ રહ્યું છે. આપો ઉપરવાસ નજર કરે ત્યાં તો આરો અર્ધો ગાઉ આઘો વહી ગયેલો; સામે પાણીએ ઘોડી ચાલી શકશે નહિ. સન્મુખ નજર કરે ત્યાં તો નદીના ભેડા માથોડું-માથોડું ઊંછા ! કેવી રીતે બહાર નીકળવું ?
"બાપ માણકી ! બેટા માણકી !" કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી. ઘોડી ચાલી.
"કાઠિયાણી, હવે તરું જીવતર રાંઢવામાં છે, માટે બરાબર ઝાલજે." કાઠીએ કહ્યું.
કાઠિયાણીએ બાળકને પલાંઠીમાં દબાવ્યો, બે હાથે રાંઢવું ઝાલ્યું. રાંઢવાનો છેડો આપાએ કાઠિયાણીની મૂંડકીમાં ભરાવ્યો. માણકી કાંઠા પાસે પહોંચી; એના પગ માટી ઉપર ઠેરાણા.
"કાઠિયાણી ! ઝાલજે બરાબર !" કહીને આપાએ માણકીના પડખામાં પાટું નાખી ચારે પગ સંકેલીને માણકીએ એ માથોડું - માથોડું ભેડા ઉપર છલંગ મારી... પણ ભેડા પલળેલા હતા. માટીનું એક ગાડા જેવડું ગાંદળું ફસક્યું. માણકી પાછી પાણીમાં જઈ પડી. ત્રાપો પણ, એ બાળક અને માતા સોતો, પછડાણો. મા-દીકરો મૂંઝાઈને પાછાં શુદ્ધિમાં આવ્યાં.
"બાપ માણકી !" કહીને ફરી વાર ભેખડ પાસે લઈને આપાએ માણકીને કુદાવી. ઉપર જઈને માણકી ફરી પાણીમાં પCહડાણી. ભૂતાવળ જેવાં મોજાં જાણે ભોગ લેવા દોડ્યાં આવ્યાં.
ત્રીજી વખત જ્યારે માણકી પડી, ત્યારે કાઠિયાણી બોલી, "કાઠી, બસ ! હવે ત્રાપો મેલી દ્યો ! તમારો જીવ બછાવી લ્યો, કાયા હેમખેમ હશે તો બીજી કાઠિયાણી ને બીજો છોકરો મળી રહેશે. હવે દાખડો કરો મા."
"બોલ મા ! - એવું વસમું બોલીશ મા ! નીકળીએ તો ચારેય જીવ સાથે નીકળશું; નીકર ચારેય જણાં જળસમાધિ લેશું. આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે કાં ઇતરિયાને ઓરડે, ને કાં સમદરના પાતાળમાં."
"માણકી ! બાપ ! આંહીં આંતરેયાળ રાખીશ કે શું ?" કહીને ચોથી વાર એડી મારી. માણકી તીરની માફક ગઈ. ભેડાની ઉપર જઈ પડી. કૂવામાંથી બોખ નીકળે તેમ કાઠિયાણી અને એના બાળક સહિત હેમખેમ ત્રાપો કાંઠે નીકળી પડ્યો. 'રંગ આપા ! રંગ ઘોડી !' એમ કિકિયારી કરતાં માણસો ટોળે વળ્યાં. આપા માણકીને પવન નાખવા મંડ્યા. પણ માણકીને હવે પવનની જરૂર નહોતી. એની આંખો નીકળી પડી હતી, એના પગ તૂટી ગયા હતા, એના પ્રાણ છૂટી ગયા હતા.
માથા ઉપર સાચી સોનેરીથી ભરેલો ફેંટો બાંધ્યો હતો તે ઉતારીને સૂથા ધાધલે માણકીના શબ ઉપર ઢાંક્યો. માણકીને ગળે બથ ભરીને પોતે પોકે પોકે રોયો. 'બાપ માણકી ! મા માણકી !' - એવા સાદ પાડી પાડીને આપાએ આકાશને રોવરાવ્યું. ત્યાં ને ત્યાં જળ મૂક્યું કે જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન ચડવું. કાઠિયાણિનાં નેત્રોમાંથી પણ ચોધાર આંસું ચાલ્યાં જતાં હતાં.
એંશી વરસનો થઈને એ કાઠી મર્યો. પોતાના ભાણેજ દેવા ખાચરની ઘોડારમાં બાર-બાર જાતવંત ઘોડાં હતાં; પણ પોતે કદી કોઈ ઘોડે નહોતો ચડ્યો.
'રંગ ઘોડી - ઝાઝા રંગ !' એમ કહીને આખા ડાયરાએ કાન પકડ્યા.
[ઘોડી ઠેકાવતી વખતે ત્રાપો અને તે પર બેઠેલાં બાળક - માતા ત્રણ-ત્રણ વાર શી રીતે સાથે રહી શકે એવી શંકા મિત્રોએ ઉઠાવી છે. એનું સમાધાન કરવા માટે પેલો નજરે જોનાર વાર્તાકાર આજે હાજર નથી. એટલે આપણે સુખેથી સમજી લઈએ કે અસવારે કાઠિયાણીને બાળક સોતી ઘોડી ઉપર બેલાડ્યે (પાછળ) બેસાડી લઈ પરાક્રમ કર્યું હશે.]
(સંપૂર્ણ)
'સૌરાષ્ટ્રની રસધાર ૩
संक्लन:-काठी संस्कृतिदीप संस्थान
Painting from;- Tahnja wolter (A Horse lover)
संक्लन:-काठी संस्कृतिदीप संस्थान
Painting from;- Tahnja wolter (A Horse lover)
*પાબુજી ધાધલ ની કેશર કાળવી*
* કાઠી ક્ષત્રીય ના ધાધલ કુળ ના પુર્વજ શ્રી પાબુજી ધાધલ ની ઘોડી નુ આદ્ધભુત વર્ણન્ન
(આઇ દેવલ, એમની દેવાંગી ઘોડી અને પાબુપીર ની વાતો રાજ્સ્થાન ,ક્ચ્છ અને કાઠીયાવાડ મા ખુબ પ્રચલીત છે.)
{પાબુ હડબુ,રામદે,ગોગાદે જેહા;
પાંચો પીર સમપંજો ,માંગલીયા મેહા.}
પાંચો પીર સમપંજો ,માંગલીયા મેહા.}
પાંચ હીંદવા પીર પાબુજી ,હડબુજી ,રામદેવજી અને જેહાજી.આ પાંચ પીર માથી ચાર સાથે સાથે ઘોડા ની વાર્તા જોડાયેલી છે)
જેમાની એક પાબુજી રાઠોડ અને કાળવી કેસર -
જેમાની એક પાબુજી રાઠોડ અને કાળવી કેસર -
*સમળી રુપ સજાય,કુકી દેવલ કાંગરા;
જાયલ ગાયાં જાય ,કોં બાપુ ચઢશો કરાં?*
જાયલ ગાયાં જાય ,કોં બાપુ ચઢશો કરાં?*
ચૌદ મા સૈકા ની વાત માવતર છોકરા રજળતા મેલે ને ગાયુ મકોડા ભરખે એવો કારમો દુકાળ કચ્છ મા પડ્યો.કચ્છ ના ચારણો નુ એક મોવાડુ આઇ દેવલ કાછેલી ના મોવડી પણા હેઠળ પોતાના માલઢોર લઇને મારવાડ મા ઉતર્યુઃ
આઇ દેવલ પાસે એક જાતવાન દેવાંગી ઘોડી અબનુસ જેવો વાન , ચારે પગ ધોયેલા અને કપાળે ધોળુ ટીલુ .
મારવાડ મા તેદી રાઠોડો ના બેસતા રાજ. રાવ સિયા ના દિકરા રાવ અસ્થાતા ને રાવ ધુહડ અને ધાધલ એમ બે દિકરા. આ રાઠોડ ધાધલ ને બે દિકરા મોટા તે બુઢોજી અને નાના તે પાબુજી. અને એક દીકરી હતા તે જાયલ ના ખી્ચી જિંદરાવ ને વરાવેલા.ચારણો નુ મોવાડુ પોતાના બહોળા ઢોરઢાખર સાથે જિંદરાવ ની સીમ મા સારુ ચરીયણ ભાળી રોકાઇ ગયા.ચારણો પ્રત્યે ની ક્ષત્રીયો ની આસ્થા .જિંદરાવ આઇ દેવલા ના દર્શને આવે. એમા ઉડણપાવડી જેવી કાળી કેસર ઘોડી ને જોઇ.જિંદરાવ ને થયુ કે આ ઘોડી મળે તો રાજસ્થાના સીમાડા લોપી દઉ.તેણે આ ઘોડીની માંગણી કરી .પણ આઇ દેવલ કહે "બાપ જિંદરાવ ! મારી કેસર રાત-દી અમારા ચારણો ના ઢોર ના રખવાળા કરે છે. ઇ કેમ અપાય.?" પણ જિંદરાવની વારંવાર ની વીનવણીઓ અને ત્યાર બાદ દબાણ થી ત્રાસી જાયલની સીમ છોડી.એ કાળે કુળંમુઢ મા પાબુજી રાઠોડ ના રાજ જે જિંદરાવની ના સાળા થતા હતા તો પણ તેની નામના સાંભળી આઇ એ ત્યા વસવાટ કર્યો.અને પોતાના ધરમના ભાઇ બનાવેલ

{જાયલ ખીચી જોર, કુળુમંઢ રાજે કમંધ;
તે નિત વધતે તોર, કેસર ઘોડી કારણે}--1
તે નિત વધતે તોર, કેસર ઘોડી કારણે}--1
→જાયલમાં જિંદરાવ ખીચીના જોર છે, કુળુમંઢમાં રાઠોડ પાબુજીનાં રાજ છે. એમાં આઇ દેવલની કેસર ઘોડીને કારણે વેર જાગ્યાં.
{જદ કહીયો જિંદરાવ, કેસર લે પાબુ કમંધ
દેશાં ઇસડો દાવ, ઘણઘટ ગાયાં ઘેરવા.}--2
દેશાં ઇસડો દાવ, ઘણઘટ ગાયાં ઘેરવા.}--2
→જિંદરાવ પાબુજીને કહ્યું કે માલઢોરની લુંટ બહુ ખપમાં આવશે માટે આઇ દેવલ પાસે કેસર ઘોડીની માગણી કર.
{લીધા સાંવળ લાર, જંગ ચંદ ઢેબા જસા
દેવલ રે દરબાર, ભાલાળો પૂગો ભલાં}--3
દેવલ રે દરબાર, ભાલાળો પૂગો ભલાં}--3
→પોતાના ભીલ સરદારો ચાંદા અને ઢેબા સાથે પાબુજી રાઠોડ આઇ દેવલના પડાવે આવ્યા
{નામી શીશ નમાય, દેવલસું પાબુ દખે;
બાઇ મુજ બતાય કિસિયક ઘોડી કાળમી?}--4
બાઇ મુજ બતાય કિસિયક ઘોડી કાળમી?}--4
→આઇનાં ચરણોમાં માથુ મુકીને પાબુજી કહે છે કે ; “ આઇ ! બહુ વખણાઅતી આપની કાળવી ઘોડી કેવી છે ? તે મને બતાવો”
{મિલે ન દીધાં મોલ, સગત પધારી સુરગસું;
બીરા ! ધીરે બોલ, ઉડ લાગે અસમાણને}--5
બીરા ! ધીરે બોલ, ઉડ લાગે અસમાણને}--5
→આઇ દેવલ કહે ; વીરા પાબુજી! તું ધીરેથી બોલ, નહી રો કાળવી ઊડીને આસમાને પહોચે એવી છે, લાખી દીધે ન મળે એવી સ્વર્ગમાંથી જાણે શક્તિ ઉતરી છે.
{બીરો આયો બાર, કરવા જાચન કાળવી;
શરણાયાં આધાર, દેવલ ઘોડી દીજિયે}--6
શરણાયાં આધાર, દેવલ ઘોડી દીજિયે}--6
→આઇ ! હું તો આપનો ધરમનો ભાઇ છું. ઘોડી જાચવા આવ્યો છુ. આપ તો શરણે આવેલાંના આધારરૂપ છો, મને કાળવી આપો.
{બીરા ન કાઢો બાત, ધાધલરા મોટે ધડે;
ઘલસી ગાયાં ઘાત, જદ તદ ખીચી જિંદરો}--7
ઘલસી ગાયાં ઘાત, જદ તદ ખીચી જિંદરો}--7
→આઇ કહે “ધાધલ કુળના મોવડી ! તું એવી વાત ન કર. ઘોડી જાતાં વેર રાખીને બેઠેલો જિંદરાવ મારી ગાયોની ઘાત કરશે”
{કાંકણ હેકણહાર, સુચમ્યા રો ટોળો સકળ;
ઇણ ઘોડી આધાર, બિચરે સુનો બળધો.}--8
ઇણ ઘોડી આધાર, બિચરે સુનો બળધો.}--8
→તમારા બંનેની સીમ એક જ છે ને પાછી સપાટ છે. મારી ગાયો ને બળદોનું રક્ષણ આ ઘોડી જ કરે છે; એ જ એનો આધાર છે.
{ગાયાં ને ઘરબાર, સદા રૂપાળી સાંવળી;
બીરાં બાત વીચાર, સો દીધ કિણ બિધ સરે!}--9
બીરાં બાત વીચાર, સો દીધ કિણ બિધ સરે!}--9
→હે વીરા! ગાયો સાથે અમારા ઘરબારનું રક્ષણ પણ આ કાળવી જ કરે છે. એ દઇ દીધા પછી અમારી શી ગત થાય ? મારા વીરા, કાંક તો વીચાર કર્ય!
{મત નહ હે મહામાય, ચાળકરાયા ચારણી;
ધીરશી થાંરી ગાય, તદ વાહર આઇશ તઠે}--10
.
→ના નહિ પાડો હે માહામાયા ! તમારી ગયો ઘેરાશે ત્યારે હું એની વહારે જાઇશ
ધીરશી થાંરી ગાય, તદ વાહર આઇશ તઠે}--10
.
→ના નહિ પાડો હે માહામાયા ! તમારી ગયો ઘેરાશે ત્યારે હું એની વહારે જાઇશ
{પાણી પવન પ્રમાણ, ઘર અંબર હિંદુ ધરમ
અબ મોં ધાંધલ આણ, શિર દેસું ગાયાં સટે}--11
અબ મોં ધાંધલ આણ, શિર દેસું ગાયાં સટે}--11
→હું પંચમહાભુતની સાક્ષીએ પ્રતીજ્ઞા કરું છું કે તમારી ગાયો માટે હું મારું માથું આપીશ.
{બીરા દીજે બાંહ, સાતું વીસી શામળ;
ન ટવે ઉણ દીન નાંહ, ઘર ફુટે ગાયાં ધીરે.}--12
ન ટવે ઉણ દીન નાંહ, ઘર ફુટે ગાયાં ધીરે.}--12
→આઇ દેવલ કહે, હે વીરા ! તારા ઉપરાંત તારા સાત વીસું (140) ભીલ સરદારો પણ પ્રતિજ્ઞા કરે કે ટાણું આવ્યે ફરી ન બેસે ને માથાં આપે, તો હું કાળવી કેસર આપું
{ધીરજ મનાં ધરાય, સહજુગ આલે શામળા
આગળ ગાયાં આય, આઇ બણાં મે ઉજળ.}--13
આગળ ગાયાં આય, આઇ બણાં મે ઉજળ.}--13
→ભીલ સરદારો કહે, આઇ ! ટાણું આવ્યે અપની ગાયો આગળ અમારં માથાં પડશે એની ખાતરી રાખો.
{બાઇ, બીકરાળીહ, કેસર મહાકાળી કને;
આસી ઉતાળીહ, તાળી જદ વાદે તદન.}--14
આસી ઉતાળીહ, તાળી જદ વાદે તદન.}--14
→પાબુજી કહે છે કે, આઇ ! જે ટાણે જુદ્ધની તાળી પડશે તે દી આપની વિકરાળ મહાકાળી સમી કેસર સાથે હું આવી પહોંચીશ એટલો વીશ્વાસ આપું છું. આમ પાબુજી અને સાત વીંસુ ભીલ સરદારોએ આઇ દેવલને માથાં સોપવાની પ્રતીજ્ઞા કરી ત્યારે આઇએ વીર પાબુજીને કાળવી કેસર ઘોડી સોંપી દીધી, ત્યારે પાબુજી કહે છે;
{જંગી સોઢા જેત, અમરગઢ ઊંચો અલંગ;
તોરણ બંધસી તેત, કિણ બિધ પૂગે કાળમી !}--15
તોરણ બંધસી તેત, કિણ બિધ પૂગે કાળમી !}--15
→આઇ ! મારે મહાબળવાન સોઢાઓને ત્યાં પરણવા જવાનું છે. એનો ગઢ ઘણો ઉંચો છે, એટલે ઉંચાઇએ તોરણને છબવા અ કાળવી કેવી રીતે પહોચશે?
{છત્રધર ધાધલ છાત્ર, કમધજ સોચ ન કીજિયે;
તોરણ કીતિયક બાત, તારા અંબર તોડસી.}--16
તોરણ કીતિયક બાત, તારા અંબર તોડસી.}--16
→અરે ધાધલકુળના છત્ર ! તું ચિંતા ન કર, તોરણ તો શું આકાશના તારા પણ મારી આ કાળવી કેસર ઘોડી તોડી આવે, તેમ છે.
{ખેંગ દુવાગાં ખોલ, કાઢી બહાર કાળમી;
બાપ બાપ મુખ બોલ, ભાલાળો ચઢિયો ભલાં}—17
{ખેંગ દુવાગાં ખોલ, કાઢી બહાર કાળમી;
બાપ બાપ મુખ બોલ, ભાલાળો ચઢિયો ભલાં}—17
→ત્યારે બેવડી સરકો છોડી, પાયગામાંથી કેસરને બહાર કાઢી અને “બાપો બાપો એવા પોરસભર્યા લલકાર કરીને ભાલાળા વીર પાબુજી સ્વાર થયા
{ઓ લીછમણ અવતાર, સગત રૂપ કહેર સદા
ઓ ઘોડી અસવાર, આયાં કથ રખણ અમર}—18
ઓ ઘોડી અસવાર, આયાં કથ રખણ અમર}—18
ત્યારે લોક વાતું કરવા માંડયા ; “આ પાબુ તો લક્ષમણના અવતારરૂપ છે અને ઘોડી જોગણી શક્તિ રૂપ છે, આ બંને ઘોડી અને સવાર આ જગતમાં પોતાનાં પરાક્રમોની કથા સદાને માટે અમીટ રાખવા માટે જ જન્મ્યાં છે”
{ધુબે નગારાં ઘીંસ, સાતું વીસી શામળ;
સેહરો ભળકે શીશ, પાબુ ચઢેયો પરણવા.}--19
સેહરો ભળકે શીશ, પાબુ ચઢેયો પરણવા.}--19
→વાજતેગાજતે પોતાના ભીલ સરદારો સાથે પાબુજી કેસર ઘોડી પલાણીને પરણવા હાલ્યો.
{ભળ હળ અંબર ભાણ, ભાણ દુવો પ્રથમી ભળજ;
જિણ દિન ચઢતા જાણ, દેવ વીમણાં દેખીઆં}—20
જિણ દિન ચઢતા જાણ, દેવ વીમણાં દેખીઆં}—20
→ એ દીવસે આકાશમાંના સુર્ય ને પણ લાગ્યું કે પૃથ્વી પર પાબુજીરૂપી બીજો સુર્ય ઊગ્યો છે, તેને નીરખવા માટે દેવો પણ વીમાને ચડયા
{દવા ન પુગા દોડ, સોઢાં રા ઘોડા સક્ળ;
તોરણ લૂમાં તોડ, કેસર વિલુંભી કાંગરાં}—21
તોરણ લૂમાં તોડ, કેસર વિલુંભી કાંગરાં}—21
→જાન અમરકોટની સીમમાં પહોચી, સોઢાનાં ઘોડા સામાં આવ્યાં. પછી ઘોડાં દોડાવ્યા એમાં કેસરને કોઇ ન પુગી શક્યું ને ગઢને કાંગરે કેસરે ડાબા દેતાં
{જલદી તોરણ જાય, બાઇ નિરખો બિંદને;
મોદ મનાં નહ માય, ભાભી યોં કહિયો ભલાં.}—22
મોદ મનાં નહ માય, ભાભી યોં કહિયો ભલાં.}—22
→માંડવે સૌનો હરખ માતો નથી. પાબુજી જેવો સુંદર અને ભડવીર રાઠોડરાજ પરણવા આવ્યા છે. ભાભી સોઢીની કુંવરીને ટોળ કરે છે કે જુઓ જુઓ ! નણંદબા ! આ તમારા બિંદને ! જરા આડશથી નીરખી લ્યો.
ધવલ મંગળ ગવાય છે. પાબુજી ચોરીએ ચડ્યા છે. બરાબર હથેવાળનું ટાણું અને કેસર ઘોડીએ હાવળ દીધી. આઇ દેવલે ઘોડી આપતી વેળા પાબુજીને કહેલું કે; “તું કેસર ઘોડી પર સવાર થઇને ભલે પરણવા જાય પણ ઘોડી ત્રણ વાર હાવળ દયે તો સમજી લેજે કાંઇક ‘અણહોણી થઇ છે’ એમ કહેવાઇ છે કે આઇ દેવલ સમળીને રૂપે અમરકોટ પહોચ્યા અને ગઢને કાંગરેથી ચિત્કાર કર્યો.

{સમળી રૂપ સજાય, ફુકી દેવલ કાંગર;
જાયલ ગાયાં જાય, કા પાબુ ચઢશો કરાં?}--23
જાયલ ગાયાં જાય, કા પાબુ ચઢશો કરાં?}--23
→આઇ દેવલે સમળીના રૂપે ગઢ કાંગરે કરરટાંટી બોલાવી કહ્યું કે, હે પાબુ ! તારો બનેવી જિંદરાવ મારી ગાયનું ધણ વાળીને જાયલ ઉપાડી જાય છે. હવે તું ક્યારે વહારે ચડે છે?
{વિધ વિધ કહિયા બોલ, ધેન ટોળતાં ધાવસું;
પાડો છો કીમ પોલ, અબ વીરા ઇણમેં અઠે?}--24
પાડો છો કીમ પોલ, અબ વીરા ઇણમેં અઠે?}--24
→હે વીરા ! યાદ કર તારા બોલને ! હવે છેટું શીદને પાડી રહ્યો છો ?
{આછા બોલ ઉજાળ, કળહળ સુણતાં કાળમી;
ભાલો લે ભુરજાળ, બણિયો ગાયાં બાહરૂ}.--25
ભાલો લે ભુરજાળ, બણિયો ગાયાં બાહરૂ}.--25
→આઇનો અવાજ સાંભળી કાળવીએ હાવળું દેવા માંડી, ખીલો ઉપાડી લીધો ને પાબુજી સાવધાન બની ગયો, ભાલો ધારણ કરી ગાયોની વહારે ધાવા તત્પર બની ગયો
{તબ ગળજોડો તોડ, બિછોડ બળ મુંછ કસ;
બાળા વની બિછોડ, કમધ થથોપે કાળવી.}--26
બાળા વની બિછોડ, કમધ થથોપે કાળવી.}--26
→કંઠે આરોપેલી વરમાળ તોડ, નવવધુના મિલાપનો હાથ છોડી, મુછે તાવ દઇને પાબુજી કાળવી ઘોડીને થાબડવા માંડ્યો.
{જેજ હુંત કર જીણ, તસવીરાં લિખતાં તુરત;
વળે ન ઇસડો વિંદ, અમ્મરકોટ જ આવશી}—27
વળે ન ઇસડો વિંદ, અમ્મરકોટ જ આવશી}—27
→તે વેળા ઘુંઘટ-પટ ઉઘાડીને સોઢી કહે છે; “નાથ ! થોડી વાર થોભી જાઓ હું તમાંરુ ચીત્ર આળેખી લઉં, કેમ કે હવે ભવીષ્યમાં તમારા જેવો કોઇ અલબેલો નર અમરકોટને તોરણે ચડશે જ નહી “
{સાળ્યાં હંદો સાથ, અરજ કરે છે આપને;
હાથળેવેરો હાથ, જચિયો પણ રચીયો નહી.}--28
હાથળેવેરો હાથ, જચિયો પણ રચીયો નહી.}--28
→પાબુજીની સાળીઓ વિનંતી કરે છે કે હસ્તમિલાપનું કાર્ય પૂરું થયું, પણ લગ્નવિધિ તો હજી અધુરી જ છે ને આપ આમ ક્યાં ચાલ્યા?
{યું ફિર ફિર આડિહ, કમધજને લાડી કહે;
ક્ષત્રી કિમ છાંડહ, આધાં ફેરાં ઊઠેયો.}--29
ક્ષત્રી કિમ છાંડહ, આધાં ફેરાં ઊઠેયો.}--29
→લજ્જાનાં બંધનો તોડીને લાડી પણ પાબુજીને કહે છે કે, અરે ક્ષત્રીય ! આમ અર્ધા મંગલફેરા ફરીને મને કેમ છોડી દયો છો ?
{પડવે નહ પોઢીહ, ઉરકોડી વિલખે અખં;
ચંવરી ચઢ છોડીહ, કર્યો કર સોઢી કામણી ?}—30
ચંવરી ચઢ છોડીહ, કર્યો કર સોઢી કામણી ?}—30
→જેણે પિયુમિલનની પ્રથમ રાત નથી જોઇ એવી કોડભરી સોઢી કામિની વલખતા હૈયે કહે છે કે, આમ ચોરી છાંડીને મને છોડી જશો ?
{બરજે બાંળી બામ, કર જોડ્યાં ઊભી કને:
એક ઘડી આરામ, કર પાછે ચઢજો કમંધ ?}—31
એક ઘડી આરામ, કર પાછે ચઢજો કમંધ ?}—31
→વિરહથી વ્યાકુળ એવી કુંવરી કહે છે કે ; હે રાઠોડ ! રાતનો વખત છે. એક ઘડીનો આરામ કરીને પછી તમતમારે ખુશીથી વહારે ચઢો. પણ પાબુજી પાછા ન વળતાં કહે છે કે;
{બાઇ ઉશભ ન બોલ, કિં બાતાં ઇસડી કરો;
કમધજને કર કોલ, રાજી ઘણો દિન રાખશાં}—32
કમધજને કર કોલ, રાજી ઘણો દિન રાખશાં}—32
→ત્યારે કન્યાની માતા કહે છે; “હે પુત્રી ! વીદાય આપવાની વેળાએ આવી અશુભ વાણી ન બોલ. શા માટે આવી વાણી ઉચ્ચારો છો ? હજી તો રાઠોડની જાનને વાણી વડે આનંદથી ઘણા દીવસ લગી અહીં રાખવી છે”
{વેગી જાલું વાઘ, દેવલને ગાયાં દિયણ,
સોઢી, અમર સુવાગ, સો વિલસાં સુરલોકમેં}—33
સોઢી, અમર સુવાગ, સો વિલસાં સુરલોકમેં}—33
→સોઢી રાણી ! આ માથું તો આઇ દેવલને અર્પણ થઇ ગયેલું છે, એની ગાયો હરાઇ રહી છે, ત્યારે હવે મારે જટ ઘોડીએ ચડી નીકળવું જોઇએ. હવે તો સ્વર્ગલોકમાં મળશું ને ત્યાં અમર સુહાગ ભોગવશુ
{પીયારો પરલોક, હથળેવો નરલોક હુવ;
સુખ વીલાસણ સુરલોક, જાન સહેતાં જાવસાં}—34
સુખ વીલાસણ સુરલોક, જાન સહેતાં જાવસાં}—34
→હથેવાળો મૃત્યુલોકમાં એટળે કે નરલોકમાં થયો, પણ મને પરલોક વહાલો છે. હવે તો જાન સાથે સુરલોકમાં જઇને ત્યાં જ સુખ ભોગવશું
આમ કહેતાંક પાબુજી કાળવી ઘોડી પર ચડીને વેગે ઊપડિ ચુક્યા, સાથે છે એના ભીલ સરદારો ચાંદો અને ઢેબો, હરમાલ રબારી અને હાલો સોલંકી તથા 140 બીજા ભીલસરદારો. એની પાછળ સોઢા જોદ્ધા સખાતે ચડ્યા અને સોઢી રાણીનું વેલડું પણ એની પાછળ ચાલ્યું.
કાળવી ઊડતી આવે છે, પાબુજી જાયલની સીમમાં પહોચ્યા, ગાયો વાળીને જિંદરાવ ખીચીનું પાળ ગામમાં પહોચી ગયું છે. ભીલ સરદાર ઢેબાનું શરીર અતિ અદોદળું પાછળ પડતો આવે છે,ત્યારે પાબુજી કહે છે કે

{ગિરદન મોટે ગાત, પેટ ધુંધ છિટકયાં પરે;
સોઢાં વાળે સાથ, તું ઢેબા આજે તદ્દન}--35
.
→આ તારી ભારે ગરદન, મોટી ફદફદતી ફાંદને કારણે તું મારી સાથે નહિ પહોંચી શકે, એટલે સોઢાઓની સાથે જ ચડજે, ત્યાં તો ઢેબાને જાટકી લાગી ગયો.
સોઢાં વાળે સાથ, તું ઢેબા આજે તદ્દન}--35
.
→આ તારી ભારે ગરદન, મોટી ફદફદતી ફાંદને કારણે તું મારી સાથે નહિ પહોંચી શકે, એટલે સોઢાઓની સાથે જ ચડજે, ત્યાં તો ઢેબાને જાટકી લાગી ગયો.
{બોલો ન ઇસડા બોલ, આંટીલા ઠાકર અમે;
કરસાં સાચો ફોલ, પીંડ ગાયાં આગલ પડ્યે}--36
.
→હે પાબુજી ! આવાં વેણ મ બોલો, હું અટંકી યોદ્ધો છઉ. આપેલા વચન પ્રમાણે ગાયોને આગળ મારો દેહ પાડીને જ રહીશ
કરસાં સાચો ફોલ, પીંડ ગાયાં આગલ પડ્યે}--36
.
→હે પાબુજી ! આવાં વેણ મ બોલો, હું અટંકી યોદ્ધો છઉ. આપેલા વચન પ્રમાણે ગાયોને આગળ મારો દેહ પાડીને જ રહીશ
{કરમેં લીધ કટાર, પહલી પેટ પ્રાનળીયો
ઘસ અણીયાળી ધાર, અત ગ્રીધાં લેજો અઠે.}--37
ઘસ અણીયાળી ધાર, અત ગ્રીધાં લેજો અઠે.}--37
→ઢેબાએ જબ કટાર કાઢીને પેટની ફાંદાનું મોટું ડગળું વાઢી નાખ્યું અને અદ્ધર ઉલાળતાં કહે “કરજો ગીધડા ભ્રખ !’
{કસ પેટી કડ જોડ ખેંગ ચઢે હિરણાખુરી;
અબ નહ પુગે ઓર, કમંધ હકાળો કાળમી}--38
અબ નહ પુગે ઓર, કમંધ હકાળો કાળમી}--38
→ઢેબાએ ડગળા પાડેલ પેટ માથે કસકસીને ભેટ બાંધી લીધી, હરણાંની આગળ
નીકળે એવી છલાંગો મારતાં કહે, હવે તમે તમારે કાળવીને હાંકી મેલો, બીજો કોઇ તત્કાળ પૂગશે નહીં, હું તો પાછો નહીં પડું
નીકળે એવી છલાંગો મારતાં કહે, હવે તમે તમારે કાળવીને હાંકી મેલો, બીજો કોઇ તત્કાળ પૂગશે નહીં, હું તો પાછો નહીં પડું
{કર ઇમ ઢેબે કોપ, અગ્ર ખળાં દળ આથડે;
રીણમાં રોડો ગોપ, રાવત ઘણાય રોકયો.}--39
રીણમાં રોડો ગોપ, રાવત ઘણાય રોકયો.}--39
→કોપીત બનેલા ઢેબાએ રણભુમીમાં અડગ રહીને કંઇક રાવતોને રોળી નાખ્યા ને પોતે બોટી બોટી વેતરાઇને અમર નામને વર્યો
[ધલ ખીચ્યાં ઘમસાણ, દેવલને ગાયાં દીયણ;
બેઠો કમંધ બિમાંણ, કાઠે લીધા કાળમી.}—40
બેઠો કમંધ બિમાંણ, કાઠે લીધા કાળમી.}—40
→આમ ગાયો વાળી ખીચીઓ સાથે મહાયુદ્ધ ખેલીને પાબુજ કેસર ઘોડી સાથે વીમાનારૂઢ થઇ પરલોક સિધાવ્યા
{એ દોહા ચાળીશ, ચારણ પઢશી ચાવ-શું;
માનો વિસવાવિસ, કમધજીયો ઉપર કરે}—41
માનો વિસવાવિસ, કમધજીયો ઉપર કરે}—41
→આ ચાળીસ દુહાઓનું ગાન જો કોઇ ચારણ સ્નેહપુર્વક કરશે તો શ્રદ્ધા રાખો કે તેની વહાર પાબુજી રાઠોડ કરશે જ
સંક્લન ;- काठी संस्कृतिदीप संस्थान
આભાર ;- જયમલ પરમાર (ભલ ઘોડા વલ વંકડ)
जय काठीयावाड
क्षात्रतेजः दिप्तः राष्ट्रः
जय राजपुताना
સંક્લન ;- काठी संस्कृतिदीप संस्थान
આભાર ;- જયમલ પરમાર (ભલ ઘોડા વલ વંકડ)
जय काठीयावाड
क्षात्रतेजः दिप्तः राष्ट्रः
जय राजपुताना
🐎 હાદા ખુમાણ નો બાવળો 🐎
ઢોલ ત્રંબાળુ ત્રહ ત્રહે; હાણ પર કરે હાંણ,
ઘોઘા ગઢ લગ ઘૂમતા, હાદલ ના હમસાણ.
ઘોઘા ગઢ લગ ઘૂમતા, હાદલ ના હમસાણ.
એંસી વર્ષ ની ઉંમરે ભાવનગર ના મહારાજા વજેસંગે આંચકી લીધેલ પોતાનો ગરાસ મેળવવા હાદા ખુમાણે પોતાના જોધરમલ બેટડા ગેલા ખુમાણ, જોગીદાસ ખુમાણ ને ભાણ ખુમાણ સાથે બહારવટુ આદર્યું છે અને ગોહિલવાડ ની ધરતી ધમરોળી નાખી છે.
એક વાર ઉમરાળા ના રાજ્ય ની તિજોરી ભાવનગર જાય, હાદા ખુમાણે તિજોરી ના રખેવાળો ને મારી ને તિજોરી લૂંટી.
બહારવટિયા વાંહે ભાવનગર ની વાર ચડી. બહારવટિયા અને વાર ને ૫-૭ ગાઉનું અંતર પડી ગયેલું. બહારવટિયાએ ગીર તરફ ઘોડા વહેતા કર્યા.
બપોર ના ૧૨ થયા છે. ખરેખરો તડકો જામ્યો છે ત્યારે બહારવટિયા ક્રાંક્રચ પાસે શેત્રુંજીમાં ઉતર્યા, ઘોડા થાક અને તરસ થી રઘવાયા થઇ ગયેલા. હાદા ખુમાણ ની ઘોડીએ આંધળી થઇ પાણી પીવા દોટ મૂકી, હાદા ખુમાણે ઘોડી પાણી ન પીએ એ માટે લગામ ખુબ ખેંચી પણ ઘોડી તરસે વ્યાકુળ થઇ ગયેલી. એ તો પરાણે પાણી પીવા માંડી, વધારે પાણી પીતા ઘોડી ફાટી પડી.
હાદા ખુમાણ ઉભા રહ્યા. પોતાના પ્રાણ થી પ્યારી ઘોડી ને તરફડતા અને ઘડીક માં ઘોડી નું પ્રાણ પંખેરું ઉડતા જોઈ ઘોડી માથે પોતાની પછેડી ઓઢાડી પોકે પોકે રોવા લાગ્યા.
"બાપુ ઘોડી પાછળ આમ રોવાય?" જોગીદાસ ખુમાણે આશ્વાસન આપતા કહ્યું.
"બાપ જોગીદાસ, આ ઘોડી માથે મેં કેટલા ધીંગાણા ખેલ્યા છે, એનો ક્યાં વાંક હતો. એની આપણે જરાય સંભાળ ના રાખી, એની ભૂખ સામેય ના જોયું, એની તરસ સામેય ના જોય. હાદા ખુમાણે આંસુ લૂછતાં કહ્યું.
"બાપુ, બહારવટિયા ના ઘોડા ની આવી જ હાલત રહેવાની" જોગીદાસે કહ્યું.
"ઇ તો હું ય જાણું છું. પણ આજ આ ઘોડી જાતા મને કેટલું વસમું લાગ્યું છે એ તને કેમ સમજાવું! કાઠીયાણીએ ગામતરું કર્યું તે દી પણ મને આટલું વસમું લાગ્યું ન હતું. "હાદા ખુમાણે ગળગળા થઇ કહ્યું.
"લ્યો બાપુ, મોઢું ધોઈ લ્યો. અહીં ઘોડીનો ખરખરો કરશુ ત્યાં વાર આવી પહોંચશે" ભાણ ખુમાણે હાદા ખુમાણ ને વાર ની યાદ આવતા કહ્યું.
પાછળ વાર આવે છે એની યાદ આવતા હાદા ખુમાણે મોઢું ધોઈ પોતાની ઘોડી તરફ છેલ્લી નજર કરી, ઘોડી તરફ થી બીજે નજર ફેરવતા શેત્રુંજીને કાંઠે ચરતા ૫૦૦ બકરા વચ્ચે એક ઊંટ જેટલો ગજાળો ઘોડો જોયો.
"ભાઈ જોગીદાસ! ઓલ્યો ઘોડો સારો લાગે છે" હાદા ખુમાણે કહ્યું.
"બાપુ! આટલા ઘોડા અહીં છે, છતાંય ઘોડો ખાંભાની જેમ ઉભો છે એટલે ટાઢો લાગે છે" જોગીદાએ કહ્યું.
"ના ભાઈ ના! ઘોડાનો રંગ એની પૂંછડી, એની પશમ વગેરે બતાવે છે કે ઘોડા માં ઘણું પાણી છે, હાલો એને જોઈએ"
"એલા આયડુ(ગોકળા) આ ઘોડો ઝોલે કાં ગયો? હાદા ખુમાણે ગોવાળ ને પૂછયું.
"બાપુ! એને દૂધ મીણો ચડ્યો છે, નાનો હતો ત્યારથી આ બકરા ભેગો રહે છે. જેટલી દૂઝણી બકરી હોય એને ધાવે છે, બકરી ધાવા નો દે તો પાડીને ધાવે છે" ગોવાળે જવાબ આપતા કહ્યું.
"તયે તો એની નળિયું સાજી. ચડાવ કર્યો છે?" હાદા ખુમાણે કહ્યું.
"ના બાપુ! ક્યારેક ચોકડું ચડાવીએ છીએ." ગોવાળે કહ્યું.
"તયે તો કામ થયું, સૂરજદાદા એ સામેથી જ ઘોડો મોકલ્યો. એલા જાવ, આપણી ઘોડી નો સામાન લઇ આવો." પોતાની સાથેના બહારવટિયા ને ઘોડી નો સામાન લઇ આવવા કહ્યું.
"એલા ગોકળા! ઘોડો કોનો છે?" હાદા ખુમાણે પૂછ્યું.
"બાપુ! મેરામ ખુમાણ નો"
"તયે તો આપણો જ ગોકળી! મેરામ ભાઈને કહેજે કે હાદા ખુમાણની ઘોડી મરી જતા આ બાવળો લઇ ગયા છે, મેરામ ભાઈ કહેશે આ કિંમત મોકલી દેશું"
"પણ બાપુ! મને મેરામ ભાઈ ખીજાશે તો?"
ગોકળીએ મુંઝાતા મુંઝાતા પૂછ્યું.
"આ લે ૫૦ રૂપિયા, મારૂં નામ દેજે છતાં મેરામભાઈ કેહેશે તો ઘોડો પાછો મોકલી દેશું"
આમ વાત કરતા હતા ત્યાં માણસ ઘોડીનો સામાન અને લગામ લઇ આવ્યો, બાવળા માથે સામાન માડી લગામ ચડાવી તો ય ઘોડા એ આંખ ન ખોલી.
ખગાક જબ કરતા હાદા ખુમાણ બાવળા માથે ચડ્યા અને એડી મારી એટલે બાવળો ઊંઘમાં ને ઊંઘ માં ઉપડ્યો.
"બાપુ! આ બાવળો હજી આંખ ઉઘડતો નથી, ધ્યાન રાખજો" જોગીદાસે હાદા ખુમાણને કહ્યું.
"બાવળો આંખ ઉઘાડે નહિ એ તો ઊંઘ મા ને ઊંઘ માં ૧૦ ગાઉ જાય એવો છે" એમ કહી ને જોરથી એડી મારતા બાવળા એ આંખ ઉઘાડી.
પોતાની માથે કઈંક બેઠું છે એનું બાવળા ને ભાન થયું ને દોડતા દોડતા આંખ મીંચી ને દોડવા લાગ્યો, થોડી વાર માં સેંજળ અને મેવાસા ના ડુંગર આવ્યા, ડુંગર માં બહારવટિયા અલોપ થઇ ગયા.
હાદા ખુમાણે દોઢ-બે મહિનામાં તો બાવળા ને ફેરવી ફેરવી ને સારી તાલીમ આપી દીધી પણ તેની આંખ મીંચીને ચાલવાની ટેવ ન ગઈ ત્યાર થી જે માણસ ઊંધું ઘાલી ને હાલે એને લોકો કહેતા "કા ભાઈ હાદા ખુમાણ ના બાવળા ની જેમ આંખો મીંચીને ચાલે છે"
બહારવટામાં બાવળો બહુ સારો નીવડ્યો. હાદા ખુમાણ બાવળાના પાણી ઉપર વારી જાય છે. રાજુલાથી ઠેઠ ઘોઘા સુધી ભાવનગર ના ગામડા રોજ ભાંગે છે, હાદા ખુમાણ નું નામ સાંભળતા ગામડા ધ્રૂજે છે.
એક વાર ખાપરા ના ડુંગર માં હાદો ખુમાણ પોતાના ૫૦ સાથીદારો સાથે પડ્યો છે.
જોગીદાસ ખુમાણ સૂરજ સામે માળા ફેરવતા સૂરજ ના જાપ જપે છે, જાપ પુરા કરી હાદા ખુમાણ પાસે આવ્યા.
હાદા ખુમાણે કહ્યું "બાપુ! આમ ગામડા ભાંગવા થી લોકો ત્રાસે છે એમાં ભાવનગર રાજ નું રૂવાડું ય ફરકતું નથી અને આપણે પાપના પોટલાં બાંધીએ છીએ.

"ગરાસ ના મૂળ માં જ પાપ ના પોટલાં છે પાપ ના પોટલાં નો વિચાર કરીએ તો ગરાસ ઘરે ન આવે" હાદા ખુમાણે કહ્યું.
"પણ બાપુ! આપણે આટલા ગામ ભાંગ્યા તોય મહારાજ વજેસંગ ના દિલ મા જરાય થ'કો લાગ્યો હોય એવું લાગતું નથી, હવે તો મને ગામ ભાંગતા ત્રાસ થાય છે" જોગીદાસે કહ્યું. રૈયત ના ત્રાસ ની રાજને પડી હોતી નથી, રાજ ની તિજોરી લૂંટાય, રાજ ની પોલીસ ને ધબેડીએ તોજ રાજ ની આંખ ઉઘડે" હાદા ખુમાણે કહ્યું.
"મહારાજ વજેસંગ ની આંખ ઉઘાડવા હવે કાંઈક કરવું જોઈએ, નકર મહારાજ કાંઈ ગરાસ પાછો આપશે નહિ, નાવલી માં નાવા નું તો એક કોર રહ્યું, નાવલી ના કાંઠે મરીયે તો સારું." ભાણ ખુમાણે કહ્યું. કુંડલા અને નાવલી ની વાત આવતા હાદા ખુમાણ ના ચેહરા નો રંગ બદલાઈ ગયો. પોતાના કલેજા ના ટુકડા જેવા કુંડલાને મહારાજે વગર વાંકે આંચકી લીધું છે.
વાત યાદ આવતા તેમના ડીલ માં વેર, વેર એમ પોકાર ઉઠ્યો. વેર ની આગ સળગી ઉઠી.
"મહારાજ વજેસંગ આજ ક્યાં છે?" જોગીદાસને હાદા ખુમાણે પૂછ્યું.
"બાપુ! આજે મહારાજ શિહોર છે એવા વાવડ મળ્યા છે." જોગીદાસે જવાબ આપ્યો.
હાદા ખુમાણ ની દાઢી અને મૂછ ફરક ફરક થવા લાગ્યા. ક્રોધમાં સમ સમ કરતા રૂંવાડા ઠરડાઇ ને બેઠા થઇ ગયા. ક્રોધે આંખમાં લોહીની ટશરો ફૂટી. આંખ્યું ધગેલ ત્રાંબા જેવી લાલઘૂમ થઇ ગઈ.
હાદા ખુમાણે બહારવટિયા ને ઘોડા તૈયાર કરવા કહ્યું. બાવળા માથે સામાન મંડાઈ ગયો હાદા ખુમાણે બાવળા માથે સવાર થઇ શિહોર તરફ ઘોડો વહેતો કર્યો. પાછળ જોગીદાસ અને ભાણ ખુમાણે ઘોડા સપેટાવ્યા. જોતજોતામાં શિહોર આવ્યું.
"બાપુ! આ શિહોર છે." સાથીદારે કહ્યું.
"કેમ બા! શિહોર ભાળી પગ પાછા પડવા માંડયા?" હાદા ખુમાણે મહર કર્યો.
"આ પગ પાછા પડવાની વાત નથી, મહારાજા વજેસંગ આજ શિહોર માં છે." સાથીદારે જવાબ આપ્યો.
"મને ખબર છે, તેથી જ મહારાજા શિહોર માં હોય અને શિહોર ભાંગીએ તો જ કોઠાને ટાઢક થાય." હાદા ખુમાણે કહ્યું.
સાથીદારો આજ હાદા ખુમાણ ને ઉતાવળિયું પગલું ન ભરવા સમજાવે તે પહેલા હાદા ખુમાણે બાવળા ને એડી મારી ફેટાવ્યો. પાછળ જોગીદાસ અને ભાણ ખુમાણ પણ જોડાયા.
"બહારવટિયા આવ્યા, બહારવટિયા આવ્યા, એમ શિહોર માં બૂમ પડી. દરવાણી દરવાજો બંધ કરે એ પહેલા દરવાણી અને ચોકીદાર ને ભાલે પરોવી દીધા. દરવાજા નો કબજો ૧૦ જણા એ લઇ લીધો અને બહારવટિયાઓએ શિહોર ની બજાર માં લૂંટ ચલાવી.
ભયંકર વાવાઝોડું પળવાર માં ત્રાહિમામ પોકરાવે એમ શિહોર ને ત્રાહિમામ પોકરાવી, શિહોર માં લૂંટ ચલાવી વંટોળિયાની જેમ હાદો ખુમાણ પાછો ફર્યો.
મહારાજ વજેસંગ હજી પોઢ્યા હતા ત્યાં મહાજને પોક મૂકી: "મહારાજ! ગજબ કર્યો. આપની હાજરી માં હાદા ખુમાણે શિહોર ભાંગ્યું."
"હેં!" કહેતા મહારાજે પોતાની સમશેર સંભાળી ફોજ સાબદી કરવાનો હુકમ કર્યો. હુકમ થતા અમલ થયો.
રણીબંબ ટટા ટટૌ ટં, રણીબંબ ટટા ટટૌ ટં અને ઘોડા ઘોડા થાતા ફોજ તૈયાર થઇ. પલવાર માં ૩૦૦ માણસો ની ફોજ લઇ મહારાજ વજેસંગે હાથી માથે સવારી કરી. વાર હાદા ખુમાણ ની વાંહે ઘૂઘવતા પૂરની જેમ વહેતી થઇ. "જો જો હો! આજ ખુમાણ જાવો ન જોઈએ!" મહારાજે હુકમ કર્યો. વારે ઘોડા મારી મૂક્યા. ભાગતા બહારવટિયાએ બાગડદા બાગડદા બાગડદા બાગડદા ડાબલા ની બહબહાટી અને બઘડાટી સાંભળી.
જોગીદાસ ખુમાણે પાછુ વળીને જોયું. મહારાજ વજેસંગને હાથી માથે બેઠેલા જોયા. વાર ચડીચોટ બહારવટિયા ની વાંહે માર માર કરતી ઘૂઘવતા પૂરની જેમ દોડી આવે છે.
"બાપુ! ભાગો, આજ મહારાજ વજેસંગ આપણી વાંહે ચડ્યા છે. કાળે કટકેય મૂકે નહી." જોગીદાસે હાદા ખુમાણ ને ચેતવતા કહ્યું.
"સૂરજ લાજ રાખશે." હાદા ખુમાણે અથર્યા વગર ટાઢા કોઠે જવાબ આપ્યો.
"બાપુ! વાર માં જાજા માણસો છે આપણે થોડા." ભાણ ખુમાણે અથર્યા.
"હોય, સૂરજ લાજ રાખશે." હાદા ખુમાણે ફરી એ જ જવાબ આપ્યો.
"બાપુ! આજ નો રંગ જુદો છે, પછી જેવી તમારી ઈચ્છા." જોગીદાસ ખુમાણે કહ્યું.
"તારે મહારાજ વજેસંગ ની ઊંઘ હરામ કરવી હતી ને!" હાદા ખુમાણે દાઢ માં થી કહેતા બાવળા ને એડી મારી, જોર થી એડી મારતા બાવળાએ આંખ ઉઘાડી.
વાંહે ડાબલા ની બઘડાટી સાંભળી ભાથા માંથી તીર છૂટે એમ છૂટ્યો. વાંહે જોગીદાસ અને ભાણ ખુમાણ તથા ૫૦ સવાર. પાછળ મહારાજ વજેસંગ ની વાર, આમ પાંચેક ગાઉ ગયા, પણ બહારવટિયા વાર ને કેમેય આવવા દેતા નથી. બહારવટિયા ભેગા એક રૂખડ અરડુ નામ ના ગઢવી પણ હતા, એની ઘોડી આમ તો પાણીદાર પણ વછેરી ઘોડી, એણે આવી રમત જોઈ નહતી, એ ધીરી પડવા માંડી, અને બહારવટિયા ની પાછળ રહેવા લાગી. રૂખડ અરડુ ને થયુ આજ મારી ઘોડી બહારવટિયા સાથે પૂરું નહિ કરે અને આપણે તળ મા રોકાઈ જાશું.
એણે પોતાની ઘોડીના ત્રીગ માં ભાલા ની અણી ગુસ્સા માં દબાવી અને ઘોડી હાદા ખુમાણ પાસે પહોંચી ગઈ. ઘોડી હાદા ખુમાણ પાસે પહોંચતા મેણો મારતો એક દુહો લલકાર્યો.

"સો વાર શિહોર તણી, લીધી લોમે લાજ;
પારોઠ ના પગ આજ, (કા) હાથી ભરે હાદીઓ!"
(હે હાદા ખુમાણ! લોમા ખુમાણે ૧૦૦ વાર શિહોર ના રાજા ની લાજ લીધી વહહે. આજ તું મરદ જેવો મરદ થઇને અને હાથી જેવો હોવા છતા કા પારોઠ ના પગલાં ભર?)
"ભણે આપા રૂખડ! હવે ઝાઝા વેણ ભણતો નહીં. હું સામું મેદાન આવે એની વાટ જોતો હતો" એમ કહી હાદા ખુમાણે બાવળાને મેદાન તરફ ખરાડ્યો. મેદાન માં ઘોડાને કુંડાળે નાખ્યો, વાંહે બહારવટિયા ના ઘોડા પણ કુંડાળે પડ્યા. એક કુંડાળું લીધું, બીજા કુંડાળા માં બહારવટિયાઓએ અર્ધ ચંદ્રાકાર વ્યૂહ રચ્યો, અને વાર ની સામે ઉભા રહ્યા. હાદા ખુમાણ ની એક બાજુ જોગીદાસ ખુમાણ અને બીજી બાજુ ભાણ ખુમાણ ગોઠવાઈ ગયા. હાદા ખુમાણે ભાલા ને સીધો વાર સામે કરીને બગલ માં દબાવ્યો, પોતાની તલવાર ને ગાળાચંડી કરી જમણા હાથ માં લીધી. બધા બહારવટિયાઓએ હાદા ખુમાણ નું અનુકરણ કર્યું અને સૂરજ સામે જોઈ પ્રાર્થના કરી કે "હે, સૂરજ! હે દાદા! આજ તારા પોતરાની લાજ રાખજે."
મહારાજ ની ફોજ બહારવટિયા સાથે ભેટો કરવાની ઉતાવળ માં અવ્યવસ્થિત થઈને વાર ના સવારો દાણો દાણો થઈને છૂટા પડી ગયેલા. ફોજ બહારવટિયા નો વ્યૂહ સમજે અને વ્યવસ્થિત થાય એ પહેલા પોતાના સાથીદારોને વ્યવસ્થિત કરીને દરેક બહારવટીયે જૂદા જૂદા સવારોને લક્ષ માં લીધા.
"શાબાશ બાવળા!" કહીને હાદા ખુમાણે બાવળાને એડી મારી, એડી પડતા બાવળો જાગી ગયો, તોપ ના ગોળા ની જેમ બાવળો છૂટ્યો. હાદા ખુમાણે ફોજના સરદારને ભાલે પરોવી દીધો, બીજા હાથે એની બાજુ ના સવાર ને ધૂળ ચાટતો કર્યો.
દરેક બહારવટીએ પલવાર માં ૨-૩ સવારો ને લહાણ માં લઇ લીધા, પલવાર માં ઝાકઝીક કરતી, બટાઝટી બોલી ગઈ અને મહારાજ ની ફોજ નો બહરવટિયાઓએ મોથ વાળી દીધો.
માર માર કરતા હાથી ઉપર બેસીને આવતા મહારાજા વજેસંગ આગળ પોતાનો બાવળો લાવી, હાદા ખુમાણે મહારાજા ને કહ્યું " એ વજા મહારાજ! આજ આ બુઢિયાનો ખેલ જોવો હોય તો હાથીને એક બાજુ ઉભો રાખી જોઈ લ્યો!"
પોતાની હાજરી માં શિહોર ભાંગેલું અને પોતાની નજર સામે પોતાની સેનાનો સોથ વળતો જોઈને મહારાજાને રોમરોમ અગનઝાળ લાગી ગયેલી.
"હવે જોયા જોયા!" કહીને મહારાજાએ રિસમાં સોઈ ઝટકી ને હાદા ખુમાણને હણવા સાંગ ઝીંકી. સાવધ હાદા ખુમાણે ભાલા ની બૂડી થી બાવળાના આગલા પગે ઈશારો કરતા બાવળો ગોઠણભેર થઇ ગયો. મહારાજ નું નિશાન ખાલી ગયું. સાંગ જમીન માં ખૂંપી ગઈ.
"તયેં તમારે ય રંગ જોવા લાગે છે, જોઈ લ્યો!" કહી બાવળાની કનોટી પાસે પડેલી શંખવાઘ ને ખેંચતા બાવળો કુદ્યો. ડાબા હાથી ના કુંભસ્થળે પહોંચ્યા. હાદા ખુમાણે હાથીના મહાવતને ભાલે પરોવી હેઠો પછાડ્યો. હાથી ના પડખામાં ભાલા નો ગોદો માર્યો.
હાથી મહારાજા સોંતો ભાગ્યો. મહારાજાએ હાથીને વાળવા ઘણી મહેનત કરી પણ હાથી હાદા ખુમાણ ના ભાલાનો સ્વાદ ચાખી ગયેલો, એટલે કેમેય પાછો ફર્યો નહીં. મહારાજના હાથી પાછળ ફોજ પણ ભાગી.
આગળ લાદોડા વેરતો હાથી, પાછળ ભૂંડી લાગતી વાર. હાદા ખુમાણે ભાગતા મહારાજને સંભળાવ્યું કે: "મહારાજ! આ હાદાનો હાથ વાયડો છે. એની વાંહે ચડવાની ભૂલ કરતા નહીં, નહીંતર ઈ ફરીને સખણો નહીં રહે."
રૂખડ અરડુએ મહારાજા ના ભાગતા હાથીને ભાળ્યો. ભાગીને ભૂંડી લાગતી વારને ભાળી, વાંહે ડાલા મથ્થા સાવઝ ની જેમ ડણકતા હાદા ખુમાણ ને જોયો.
હાદા ખુમાણને પાછો વાળવા પહેલા મેણું મારતો દુહો કહેલો, તેમાં હાથી જેવી ઉપમા આપેલી તે બદલી ને દુહો લલકાર્યો:

કુંડળ ગઢના કેસરી, તું ડણકે જ્યાં ડાઢાળ;
(ત્યાં) છાંડે ગાઢ સોંઢાળ, હું સૂણીને હાદલા.
(ત્યાં) છાંડે ગાઢ સોંઢાળ, હું સૂણીને હાદલા.
("હેં કુંડલા ના હાદા ખુમાણ! તું ડાઢાળા કેસરીની જેમ આજે ડણક નાખે છે, ત્યારે સૂંઢવાળા હાથી જેવા સરદારો પણ ગાઢ છોડીને તારી હૂક સાંભળતા ભાગવા લાગે છે." )
લેખક: સુરગ ભાઈ વરુ (નાગેશ્રી)
સંપાદકઃ જયમલ પરમાર(ભલ ઘોડા વલ વંકડા)
#કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન
From:- Kathiyawad glory
સંપાદકઃ જયમલ પરમાર(ભલ ઘોડા વલ વંકડા)
#કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન
From:- Kathiyawad glory
અશ્વપ્રેમીઓ માટે ખાસ....
🐎 *અશ્વ ની ઉત્પતી કથા* 🐎
🐎 *અશ્વ ની ઉત્પતી કથા* 🐎
પૌરાણીક કથાઓ પ્રમાણે જ્યારે દેવો અને દાનવો વચ્ચે અમૃત ની પ્રાપ્તી હેતુ સમુદ્રમંથન થયુ, એમા ૧૪ રત્નો પ્રગટ થયા.
જેમાથી એક ઉચ્ચૈશ્રવા અશ્વ હોય છે. જે પાંખો અને સાત મુખ ધરાવે છે, શ્રી ભાગવત ગીતા મા શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે "હે પાર્થ અશ્વ માં હુ ઉચ્ચૈશ્રવા છુ." આ અશ્વ માંથી બીજા અશ્વો ની ઉત્પતી મનાય છે.
પ્રાચીનકાલ ની કથા આગળ એમ છે કે અશ્વો ને પાંખો હોવાથી ચારેય દિશામાં પરિભ્રમણ કરતા, આ બળુકા, પાણીયાળા અને સ્ફુર્તિલા અશ્વો ને જોઇ ઇન્દ્રદેવ શાલીહોત્ર નામના ઋષી પાસે આવી નીવેદન કરે છે ઃ"હે ભગવાન દ્વીજશ્રેઠ !"
તમારે માટે આ ત્રીભુવનમા પ્રાપ્ત ના થાય એવી કોઇ વસ્તુ નથી,તમે આ અશ્વો ને પંખહિન કરી નાખો, આ અશ્વો રાક્ષસો ના રથ ખેંચે છે જે સારા હાથી થી પણ અશક્ય છે.
તમારે માટે આ ત્રીભુવનમા પ્રાપ્ત ના થાય એવી કોઇ વસ્તુ નથી,તમે આ અશ્વો ને પંખહિન કરી નાખો, આ અશ્વો રાક્ષસો ના રથ ખેંચે છે જે સારા હાથી થી પણ અશક્ય છે.
શાલીહોત્રમુની ઇન્દ્રનુ નીવેદન સ્વીકારીને “ઇષીક” નામ ના અસ્ત્ર થી બધા અશ્વો ની પાંખો કાપી નાખે છે.
પછી પાંખ કપાય ગયેલ, દીન દુખી અને લોહીલુહાણ બધા અશ્વો શાલીહોત્ર મુની પાસે આવે છે અને નીવેદન કરે છે “હે મુની તમે શું કારણે અમારી સાથે આવો વ્યવહાર કર્યો? સજ્જન વ્યકતી નીરપરાધી સાથે આવો વ્યવહાર ના કરે, અમે તમારા શરણમા છીએ!
અમારો ઉધાર કરો હવે”
અશ્વો ની વાત શાંભળી મુની ને ખુબ દયા આવે છે અને કે છે “ હે અશ્વો ઇન્દ્ર ના કેહવાથી આ પીડાદાયક કામ મે કર્યુ છે”
“હવે હુ એવુ કાર્ય કરીશ કે તમને સુખ અને ત્રીલોકમા ગૌરવ મળશે”
“તમે બધા સુર્યદેવ, ઇન્દ્રદેવ, અને મહારાજાઓના વાહાનના રુપ સુશોભીત થાશો”

“જે રાજા તમારૂ ધ્યાન રાખશે તમને ઘાસ, પાણી અને બીજી સુખ સામગ્રી આપશે તે રાજાને યદ્ધ મા કોઇ નહી હરાવી શકે ભલે તેની સાથે કોઇ નહી હોય અને ભલે બળવાન શત્રુ થી ઘેરાયેલ હો, તે રાજા નો ત્યાગ ભુલક્ષમી નહી કરે આ વાત મા કોઇ સંદેહ નથી”
“હવે હુ અશ્વો ની પુષ્ટી અને રોગ માટે તથા મનુષ્ય ના હીત માટે અશ્વો ની પરમચીકત્સા પ્રગટ કરીશ”
“મારો આદેશ છે કે હવે તમે બધા તમારી ઇચ્છા પ્રમાણે ભુલોક, પાતાળલોક અને સ્વર્ગલોક તરફ પ્રસ્થાન કરો જેનાથી તમને પરમ શાંતી થશે”
“મારો આદેશ છે કે હવે તમે બધા તમારી ઇચ્છા પ્રમાણે ભુલોક, પાતાળલોક અને સ્વર્ગલોક તરફ પ્રસ્થાન કરો જેનાથી તમને પરમ શાંતી થશે”
આ પ્રકારે શાલીહોત્રમુની અશ્વો ને વીદાય આપી એક 18000 શ્લોક વાળા “અશ્વ શાસ્ત્ર” ની રચન કરે છે.
શાલીહોત્રમુની દ્વારા લખેલ અશ્વના ગ્રંથો એટલા પચલીત થયા કે, આ ગ્રંથ નુ આરબ, ટીબેટ, ઇગ્લીશ ભાષા મા પણ અનુવાદ કરવામા આ્વ્યો, દુનીયા મા પ્રથમવાર જો કોઇએ પ્રાણી ચીકત્સા વીશે લખ્યુ હોય તો શલીહોત્ર મુનીએ, શલીહોત્રમુની દ્વારા અશ્વવીદ્યા ઉપર એટલો પ્રકાશ પાડવા મા આવ્યો હતો કે પ્રાચીન સમયમા બીજા દેશો પણ શલીહોત્રમુની દ્વારા લખેલ અશ્વ ઉપર ના ગ્રંથ નો અભ્યાસ કરતા, શલીહોત્રમુની ની પ્રતીઠા એટલી બધી હતી કે અમુક દેશ મા અશ્વચીકત્સક ને “શલીહોત્ર” કેતા. આ જ્ઞાન નો પ્રચાર ભારત મા ખુબ હતો, હુ મારા અનુભવ ઉપરથી કહું છું કે ભલે આજ ના સમય મા કોઇ શલીહોત્રમુની ના અશ્વજ્ઞાન ને ઓળખતુ હોય, પણ પેઢી દર પેઢી હજી અશ્વ નુ જ્ઞાન તેજ છે. મને તે જાણી આશ્વર્ય થાય છે અશ્વસાસ્ત્ર મા આપેલ જ્ઞાન નો અભીયાસ હજી કાઠીઓ કરે છે ભલે તેમને કોય દીવસ અશ્વ શાસ્ત્ર નો અભ્યાસ પણ નથી કર્યો હોતો છતા અશ્વપ્રેમી કાઠીઓ એ પૌરાણીક યુગ ના શાલીહોત્ર સમાન દિસે છે.
*આલેખન:-* અનીરુધ્ધભાઇ કાઠી
*સૌજન્ય:-* ઉદયભાય કાઠી
*સંકલનઃ* કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન

Subscribe to:
Posts (Atom)